Site icon Revoi.in

Paytmએ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા, માત્ર 2 જ મહિનામાં શેર્સના ભાવમાં 50%નો કડાકો

Social Share

નવી દિલ્હી: ગત વર્ષે જે IPOની સૌથી વધુ ચર્ચા થઇ હતી તે Paytm જે રીતે ગાજ્યો એટલો વરસ્યો ન હતો. Paytmના લિસ્ટિંગ સમયે પણ રોકાણકારોને મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો હતો. હજુ પણ આ શેરના ભાવમાં સતત કડાકો બોલી રહ્યો છે. તેના કારણે રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે અને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં પ્રારંભિક તેજીનો ચમાકારો જોવા મળ્યો હતો. કેટલાક શેર્સમાં વેચવાલી જોવા મળી હતી અને તેના પગલે Paytmના શેર્સમાં પણ કડાકો બોલી ગયો હતો. આજે શેરના ભાવ 3.41 ટકા ઘટ્યા હતા અને ટ્રેડિંગના અંતે 1081.45ના ભાવે બંધ થયો હતો.

જે સમયે આ શેરનું લિસ્ટિંગ થયું ત્યારે તે સમયે તે લિસ્ટિંગ કિંમતથી 50 ટકા સુધી ગગડી ગયો છે. આજે બપોરે તેનો ભાવ 1098 રૂપિયા હતો. બજારમાં આજે ઓવરઓલ 400 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. પેટીએમના શેરના ભાવમાં કડાકો યથાવત્ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બહુ આશા અને અપેક્ષા સાથે રોકાણકારોએ આ આઈપીઓમાં પૈસા લગાવ્યા હતા.જ્યારે paytmનો શેર લિસ્ટ થયો હતો ત્યારે 2150 રુપિયાના ઈસ્યૂ પ્રાઈસના ભાવે શેર ઓફર કરવામાં આવ્યો હતો.જોકે બે જ મહિનામાં તેના ભાવમાં 50 ટકા ઘટાડો થયો છે.