Site icon Revoi.in

RBI ટૂંક સમયમાં લૉંચ કરી શકે છે ડિજીટલ કરન્સી, કરી રહી છે આ કામ

Social Share

નવી દિલ્હી: દેશમાં એક તરફ સરકાર ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે અને RBI પણ તેની વિરુદ્વ છે ત્યારે બીજી તરફ RBI પોતાની ડિજીટલ કરન્સીને લોન્ચ કરવાને લઇને તૈયારી કરી રહ્યું છે. CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજટલ કરન્સી પર કામ કરી રહી છે.

ડિજીટલ કરન્સી લૉંચ કરવાની યોજના પર વાત કરતા RBIના ડેપ્યુટી ગવર્નર રવિશંકરે કહ્યું કે, સેન્ટ્રલ બેંક તબક્કાવાર આ દિશામાં કામ કરી રહ્યું છે. રિટેલ અને હોલસેલ સેગમેન્ટમાં તેના ઉપયોગને લઇને ટૂંક સમયમાં પાયલટ ટેસ્ટિંગ કરી શકાય છે. ડિજીટલ કરન્સીનો રિટેલ અને હોલસેલ પેમેન્ટમાં ક્યા પ્રકારે ઉપયોગ થઇ શકે તે અંગે RBI વિચારણા કરી રહ્યું છે.

તે ઉપરાંત તેનો ઉપયોગ અલગ અલગ ટેક્નોલોજી માટે કરવો હિતાવહ રહેશે કે નહીં તે સંભાવના પર પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે.

ડિજીટલ કરન્સી એખ રીતે રૂપિયાનું ડિજીટલ ફોર્મ હશે. જ્યાં તમને નોટ વાળા રૂપિયાનો ઉપયોગ કરો છો ત્યાં તેનો પણ ઉપયોગ કરી શકાય છે. જો કે, CBDC ક્રિપ્ટોકરન્સીની જેમ નહીં હોય. માર્કેટમાં ડિમાન્ડના આધારે તેની કિંમતમાં ઉતાર-ચઢાવ થશે નહીં.

ડિજીટલ કરન્સીની શક્યતાઓ સાથે નાણાંકીય સિસ્ટમ પર ડિજીટલ કરન્સીના પ્રબાવ અંગે પણ ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યું છે. જેમ કે આપણે જાણીએ છીએ કે RBI ખાનગી ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધ કરવા માગે છે. RBI ઘણી વખત સરકારને કહી ચૂકી છે કે, ખાનગી ક્રિપ્ટોકરન્સી દેશના નાણાકીય સિસ્ટમ માટે યોગ્ય નથી.