- RBIની મૌદ્રિક નીતિ સમિતિની બેઠક પૂર્ણ થઇ
- RBIએ રેપો રેટ પહેલા જેમ જ યથાવત્ રાખ્યા
- હાલમાં RBI રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અનુક્રમે 4 અને 3.35 ટકા છે
નવી દિલ્હી: RBIની મૌદ્રિક નીતિ સમિતિની બેઠક આજે પૂર્ણ થઇ છે. આ વખતે RBIએ મોનેટરી પૉલિસીમાં કોઇ ફેરફાર કર્યો નથી. RBIએ રેપો રેટને યથાવત્ રાખ્યા છે. એટલે કે રેપો રેટ પહેલાની જેમ જ ટકા રહેશે. હાલમાં RBI રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અનુક્રમે 4 અને 3.35 ટકા છે. આપને જણાવી દઇએ કે નાણાકીય વર્ષ 2020-21ની આ પ્રથમ MPC બેઠક હતી. RBI ગવર્નર આ અંગે વિસ્તૃત પ્રેસ કૉન્ફરન્સ પણ કરશે.
આ અંગે RBI ગવર્નરે કહ્યું કે, રેપો રેટ ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા રહેશે. જ્યાં સુધી ગ્રૉથ ટકાઉ ન બને ત્યાં સુધી પૉલિસી રેટ ઉદાર જ રહેશે. એટલે કે તમારી હોમ લોન અને ઑટો લોનના EMI પહેલા જેટલા જ રહેશે. આ સાથે જ સસ્તા Emi માટે પણ તમારે થોડી રાહ જોવી પડશે. આ સાથે જ RBI ગવર્નરે વર્ષ 2021-22 માટે 10.5 ટકાનું જીડીપીનું અનુમાન લગાવ્યું છે.
મોનેટરી પૉલિસીના આધારે બજારમાં નાણાની આપૂર્તિને નિયંત્રિત કરવામાં આવે છે. આ નીતિના આધારે એ નક્કી થાય છે કે રિઝર્વ બેંક કયા દરથી બેંકોને કરજ આપશે અને કયા દર પર બેંકો પાસેથી તેને પરત લેશે. મોટેનરી નીતિ ભારતીય મધ્યસ્થ બેંકના કેન્દ્રીય બોર્ડની ભલામણોને આધારે નક્કી કરવામાં આવે છે. આ બોર્ડમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ અને નીતિ ઘડનારાઓ શામેલ હોય છે.
ઉલ્લેખનીય છે કે રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક SBI સહિત બીજી બેંકોને ઓછા સમય માટે લોન આપે છે. જો તેમાં ઘટાડો થાય છે તો બેંકોએ RBIને ઓછું વ્યાજ આપવું પડે છે. જેની સીધી અસર તમારા EMI પર પડતી હોય છે. જો RBI રેપો રેટમાં વધારો કરે છે તો બેંકોએ RBIને વધારે વ્યાજ ચૂકવવું પડે છે.
(સંકેત)