- RBIએ લીધો મહત્વનો નિર્ણય
- હવે નોન બેંકિંગ સંસ્થાઓ પણ NEFT અને RTGS સુવિધાનો લાભ લઇ શકશે
- PPI પ્રોવાઇડર્સ, કાર્ડ નેટવર્કઅને વ્હાઇટ લેબલ ATM તેમાં ભાગ લઇ શકશે
નવી દિલ્હી: RBIએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે નોન બેકિંગ સંસ્થાઓ પણ NEFT તેમજ RTGS સુવિધાઓનો લાભ લઇ શકશે.
આ અંગે ભારતીય રિઝર્વ બેંકે જાણકારી આપી છે કે, હવેથી નોન બેંકિગ સંસ્થાઓ પણ NEFT એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર તેમજ RTGS એટલે કે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટની સુવિધાઓનો લાભ મેળવી શકશે.
RBI અનુસાર પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર્સની હાલની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લીધો છે કે, પહેલા તબક્કામાં નોન બેંક જેવી કે પીપીઆઇ પ્રોવાઇડર્સ, કાર્ડ નેટવર્ક અને વ્હાઇટ લેબલ એટીએમ તેમાં ભાગ લઇ શકશે. એટલે કે સંસ્થાઓ પોતાના ગ્રાહકોને NEFT અને RTGSની સુવિધાઓનો લાભ આપી શકશે.
હવે ગેર બેન્કિંગ સંસ્થાની CPS સુધી રીતે પેમેન્ટ સિસ્ટમમાં રિસ્ક ઘટશે. આ રીતે નોન બેંકિંગ માટે પણ ફાયદો થશે. તેના પેમેન્ટમાં ઘટાડો થશે અને સાથે બેંક પર નિર્ભરતા ઘટશે. નોન બેંક દ્વારા સીધા પેમેન્ટ કરવાની સ્થિતિમાં પેમેન્ટ નિષ્ફળ જવાના અથવા મોડેથી થવાના ચાન્સમાં ઘટાડો થશે.
RBI અનુસાર આ નિયમ સર્ક્યુલર જાહેર કરવાની સાથે લાગૂ થશે. આ ઉપરાંત RBIએ તેની સાથે જોડાયેલા નિયમોને સમજાવવા માટે અધિકૃત વેબસાઇટ પર ફેકટ્સ પણ જાહેર કર્યા છે.