Site icon Revoi.in

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિર્દેશોનું પાલન ના કરનારી સુરત અને રાજકોટની સહકારી બેંક સામે કરી દંડાત્મક કાર્યવાહી

Social Share

નવી દિલ્હી: દેશની કેટલીક સહકારી બેંકો પર RBIએ આકરી કાર્યવાહી કરી છે. નિયમનકારી પાલનના અભાવે RBIએ 8 સહકારી બેંકોને દંડ ફટકાર્યો છે. આ અંગે જાણકારી આપતા RBIએ કહ્યું કે, એસોસિયેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (The Associate Co-Operative બેંક લિમિટેડ, સુરત (ગુજરાત) દ્વારા ડિરેક્ટરો, સંબંધીઓ અને પેઢીઓ અને સંસ્થાઓને લોન અને એડવાન્સ આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વરાછા કો-ઓપરેટિવ બેંક, સુરતને ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ, 2014ના અમુક માપદંડોના ઉલ્લંઘન બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મોગવીરા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ મુંબઇને પણ માસ્ટર સૂચનાઓનું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બીજી તરફ, વસઈ જનતા સહકારી બેંક(Vasai Janata Sahakari Bank) પાલઘરને પણ રૂ. 2 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે. ‘એક્સપોઝર માપદંડ અને વૈધાનિક/અન્ય નિયંત્રણો-UCB’ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલ સૂચનાઓનું ઉલ્લંઘન બદલ દંડ આપવામાં આવ્યો હતો

આરબીઆઈએ રાજકોટ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક(Rajkot Peoples Co-operative Bank)ની સામે કાર્યવાહી કરી છે.રાજકોટ પર ‘નિર્દેશકો, સંબંધીઓ અને પેઢીઓ તથા સંસ્થાઓ કે જેમાં તેઓ રસ ધરાવતા હોય ‘લોન તેમને અને એડવાન્સ’ આપવામાં આવ્યા છે. બેન્ક સામે રૂ. 1 લાખના દંડ ફટકારવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, RBI દ્વારા ભદ્રાદ્રી કો-ઓપરેટિવ અર્બન બેંક (Bhadradri Co-operative Urban Bank) ને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક્સપોઝર માપદંડો અને વૈધાનિક/અન્ય પ્રતિબંધો ‘UCB’ અને ‘Advance Management-UCB’ અંગે RBI દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન ન કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો.