Site icon Revoi.in

રિલાયન્સ રિટેલએ નેટમેડ્સનો 60 % હિસ્સો 620 કરોડ રૂપિયામાં ખરીદ્યો

Social Share

–  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે નેટમેડ્સનો હિસ્સો ખરીદ્યો
– રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે નેટમેડ્સનો 60 ટકા હિસ્સો ખરીદ્યો છે
– આ સોદા બાદ નેટમેડ્સની માર્કેટ વેલ્યૂ 1000 કરોડ રૂપિયા થઇ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઔદ્યોગિક જગતમાં એક પછી એક સમજૂતી કરી રહ્યું છે. હવે કંપનીએ ઓનલાઇન ફાર્મસી બ્રાન્ડ નેટમેડ્સનો 60 ટકા હિસ્સો ખરીદી લીધો છે. રિલાયન્સે આ સોદો 620 કરોડ રૂપિયામાં કર્યો છે. આ સોદાને કારણે હવે નેટમેડ્સની માર્કેટ વેલ્યૂ 1000 કરોડ રૂપિયાની થઇ ચૂકી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સહાયક રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડએ નેટમેડ્સની ઇક્વિટી બહુમત હાસલ કરી દીધી છે. હેવિટાલિક હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ અને તેની સહાયક કંપનીઓ સામૂહિક રીતે નેટમેડ્સના રૂપમાં ઓળખાય છે.

આપને જણાવી દઇએ કે આ રોકાણનો 60% હિસ્સો હેવિટાલિકની ઇક્વિટી શેરના હોલ્ડિંગમાં અને 100% ડાયરેક્ટ પ્રત્યક્ષ ઇક્વિટી સ્વામિત્વ વિટેલિકની સહાયત એટલે કે ત્રિસારા હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ, નેટમેડ્સ માર્કેટ પ્લસ લિમિટેડ અને દાદા ફાર્મા ડિસ્ટ્રીબ્યૂશન પ્રાઇવેટ લિમિટેડમાં કરવામાં આવ્યું છે.

આ રોકાણ વિશે જણાવતા રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના નિર્દેશક ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં દરેક માટે ડિજીટલ પહોંચ પ્રધાન કરવા માટે અમારી પ્રતિબદ્વતાની સાથે આ સમજૂતી કરવામાં આવી છે. નેટમેડ્સ ઉપરાંત રિલાયન્સ રિટેલની સારી ગુણવત્તા પ્રદાન કરવાની ક્ષમતાને વધારે છે. સસ્તી સ્વાસ્થ્ય દેખભાળ પ્રોડક્ટ્સ અને સેવાઓ તેમજ ગ્રાહકોની રોજબરોજની જરૂરિયાતોને સામેલ કરવા માટે ડિજીટલ કોમર્સપ્રોપ્શને પણ વ્યાપક બનાવે છે.અમે આટલા ઓછા સમયમાં એક રાષ્ટ્રવ્યાપી ડિજીટલ પ્લેટફોર્મનું નિર્માણ કરવા માટે નેટમેડ્સથી પ્રભાવિત છીએ અને અમારી ભાગીદારીથી આ વિકાસને વધુ વેગવંતો બનાવવા આત્મવિશ્વાસ ધરાવીએ છીએ.

આ વિશે વાત કરતા નેટમેડ્સના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી પ્રદીપ દાધાએ જણાવ્યું કે, રિલાયન્સના ડિજીટલ, રિટેલ અને ટેક પ્લેટફોર્મની સંયુક્ત તાકાતની સાથે અમે અનેકગણા વધારે ગ્રાહકોની વચ્ચે અમારી ચેનલને વધુ મજબૂત બનાવવા સક્ષમ થઇ શકીશું.

(સંકેત)