1. Home
  2. ગુજરાતી
  3. TRAIએ 40 ડિફોલ્ટર કંપનીઓની યાદી કરી જાહેર, SBI, HDFC Bank, ICICI Bankનો સમાવેશ
TRAIએ 40 ડિફોલ્ટર કંપનીઓની યાદી કરી જાહેર, SBI, HDFC Bank, ICICI Bankનો સમાવેશ

TRAIએ 40 ડિફોલ્ટર કંપનીઓની યાદી કરી જાહેર, SBI, HDFC Bank, ICICI Bankનો સમાવેશ

0
Social Share

નવી દિલ્હી: જો તમારું ખાતું પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી, પંજાબ નેશનલ બેંક, એક્સિસ બેંકમાં હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે. આગામી દિવસોમાં તમને બેંન્કિંગ સેવાઓમાં વિલંબ કે વિક્ષેપનો સામનો કરવો પડી શકે એમ છે. 27 માર્ચથી 4 એપ્રિલ સુધી 7 દિવસ માટે બેંક બંધ રહેશે. પરંતુ આ દરમિયાન વધુ એક ચિંતાજનક સમાચાર છે એ છે કે તમને ઑનલાઇન બેન્કિંગ સેવાઓમાં પણ સમસ્યા આવી શકે છે.

વણજોઇતા તેમજ ભ્રામક અને છેતરપિંડીના SMSથી ગ્રાહકોને છૂટકારો અપાવવા હેતુસર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી TRAIએ કોમર્શિયલ મેસેજ પર લગામ કસવા માટે એક પ્રક્રિયા શરૂ કરી છે. તેમાં કંપનીઓને કહેવામાં આવ્યું છે કે એક ફોર્મેટમાં SMSને TRAI સાથે રજિસ્ટર્ડડ કરાવો જેથી ગ્રાહકો સુધી યોગ્ય મેસેજ પહોંચે અને તે કોઇ છેતરપિંડીનો ભોગ ના બને. પરંતુ ટ્રાઇના આદેશને ઘણી કંપનીઓ હળવાશમાં લઇ રહી છે.

ટેલિકોમ નિયામક TRAIએ એવી 40 ડિફોલ્ટર કંપનીઓની યાદી જાહેર કરી છે, જમાં ઘણી મોટી બેંક જેમ કે HDFC Bank, SBI and ICICI Bank, Axis Bank સામેલ છે. આ તમામ બેંકો TRAIની વારંવારની ચેતવણી છતાં બલ્ક કમર્શિયલ SMSના રેગ્યુલેટરી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે.

બેંકો દ્વારા નિયમોના ઉલ્લંઘન બાદ TRAIએ હવે આ વિરુદ્વ કડક કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાઇએ તમામ ડિફોલ્ટર કંપનીઓને ચેતવણી આપી છે કે જો તે ઇચ્છે છે કે તેમના ગ્રાહકોને મેસેજ મળવામાં કોઇ પરેશાની ન હોય તો 1 એપ્રિલ, 2021 સુધી આદેશનું પાલન કરવું પડશે.

TRAI એ કહ્યું કે પ્રિંસિપલ એંટિટીઝ/ટીલીમાર્કેટર્સને ઘણી તક આપવામાં આવી છે, ગ્રાહકોને તેમને મળનાર ફાયદાથી વધુ દૂર રાખી શકાય નહી. એટલા માટે નક્કી કરવામાં આવ્યું છે કે હવે 1 એપ્રિલ 2021 થી કોઇપણ મેસેજ રેગુલેટરી જરૂરિયાતોને પુરા ન કરવાના કારણે ‘Scrubbing Process’ માં ફેલ થયા તો તેમને સિસ્ટમ તરફથી રિજેક્ટ કરી દેવામાં આવશે.

કોમર્શિયલ મેસેજનું TRAI નો આ નિયમ બ્લોકચેન ટેક્નોલોજી પર આધારિત છે, જેનાથી વણજોઇતા અને ફ્રોડ મેસેજ પર લગામ લાગશે. જોકે કોમર્શિયલ ટેકસ્ટ મેસેજ મોકલનાર આ કંપનીઓને ટેલીકોમ ઓપરેટરની સાથે મેસેજ હેડર અને ટેમ્પ્લેટને રજિસ્ટર કરવું પડશે. કંપનીઓને જેમ કે બેંક, પેમેન્ટ કંપનીઓ, વિમા કંપનીઓ અને બીજી કંપનીઓ જ્યારે SMS અને OTP મોકલશે, તો આ તમામને બ્લોકચેન પ્લેટફોર્મ પર તેમના રજિસ્ટર્દ ટેમ્પલેટ વડે ચેક કરવામાં આવશે. આ સાથે  SMS scrubbing પ્રક્રિયા કહે છે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code