Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલ બાદ હવે આ જીવનજરૂરી વસ્તુના ભાવ પણ વધશે

Social Share

નવી દિલ્હી: એક તરફ પેટ્રોલ-ડીઝલ તેમજ ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવમાં ફુગાવો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સોલાર મોડ્યુલ્સ અને સેલ્સ પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટીને કારણે સોલાર વીજના ટેરિફમાં 25 થી 45 પૈસા જેટલો વધારો થઇ શકે છે એમ એક રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું. ન્યૂ અને રિન્યૂએબલ એનર્જી મંત્રાલયે સોલાર સેલ્સ પર 25 ટકા તથા મોડ્યુલ્સ પર 40 ટકા ડ્યૂટી લાગૂ કરવાનું જાહેર કર્યું છે.

આ ડ્યૂટી લાગુ થવાને કારણે સૌર ઊર્જાના ટેરિફમાં વધારો થવાની સંભાવના રહેલી છે એમ કેર રેટિંગે જણાવ્યું હતું. બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી વર્ષ 2020ના એપ્રિલથી લાગૂ થનાર છે.

માત્ર સેલ્સ આયાતી હશે તો સોલાર વીજના ખર્ચમાં પ્રતિ યુનિટ 25થી 30 પૈસા જ્યારે મોડયુલ્સ  આયાતી હશે તો આ વધારો વધીને 40-45 યુનિટ સુધી જઈ શકે છે. 2020માં એક ઓકશનમાં સૌર ઊર્જાના દર પ્રતિ યુનિટ 1.99 પૈસા જેટલા નીચા જોવા મળ્યા હતા.

વર્ષ 2022 સુધીમાં દેશની રિન્યુએબલ ઊર્જાની સ્થાપિત ક્ષમતા 175 ગીગા વોટ કરવાનો સરકારનો ટાર્ગેટ છે. આમાંથી 100 ગીગા વોટ સોલાર પાવરનો રખાયો છે. વર્ષ 2030 સુધીમાં સ્થાપિત ક્ષમતા વધારીને 450 મેગા વોટ પહોંચાડવા લક્ષ્યાંક રખાયો છે જેમાં સોલાર વીજનો હિસ્સો ઘણો જ મોટો હશે.

(સંકેત)