વર્ષ 2021માં ભારતીય અર્થતંત્રમાં જોવા મળશે મજબૂત સુધાર: સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાનું અનુમાન
- ભારતીય અર્થતંત્રને લઇને એક સારા સમાચાર
- ભારતીય અર્થતંત્રમાં વર્ષ 2021માં 5 ટકાની વૃદ્વિ સાથે મજબૂત સુધારાનું અનુમાન
- સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ અનુમાન કરાયું
નવી દિલ્હી: ભારતીય અર્થતંત્રને લઇને એક સારા સમાચાર છે. ભારતીય અર્થતંત્રમાં વર્ષ 2021માં 5 ટકાની વૃદ્વિ સાથે મજબૂત સુધારાનું અનુમાન છે. વર્ષ 2021માં ભારતના અર્થતંત્રમાં 5 ટકા વૃદ્વિની સાથે મજબૂત સુધારાના સંકેત છે. એવું સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતનું નવું બજેટ માગ વધારવા માટેના પ્રોત્સાહન પર ભાર મૂકે છે. જેમાં સાર્વજનિક રોકાણના વધારાનો ઉપયોગ કરી શકાય.
સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર તેમજ વિકાસ સંમેલન દ્વારા વ્યાપાર અને વિકાસ રિપોર્ટ 202ના આ અદ્યતન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રમાં આ વર્ષે 2021માં 4.7 ટકા વૃદ્વિનું અનુમાન છે. આ પહેલા સપ્ટેમ્બર 2020માં લગાવવામાં આવેલા 4.3 ટકાનાં અનુમાન કરતાં વધારે છે. અમેરિકન અર્થતંત્રમાં મજબૂત સુધારો આવવામાં પણ આનું યોગદાન રહેશે. અમેરિકામાં રસીકરણ અભિયાનમાં તેજી તેમજ 1900 અરબ ડોલરના નવા પ્રોત્સાહન પેકેજના ઉપભોક્તા ખર્ચની વધતી આર્થિક ગતિવિધિઓ પર અસર દેખાશે.
આ રિપોર્ટમાં ખાસ કરીને વર્ષ 2020ને અપ્રત્યાશિત ગણવામાં આવ્યું છે. આમાં કહેવામાં આવ્યું છે કે હાલના વર્ષમાં વાયરસ ફેલાવાને લઇને ચેતવણી સમય પર આવતી રહી છે. પરંતુ કોઇને પણ કોરોનાના આટલા ખતરનાક સ્વરૂપ વિશે આશા નહોતી. ભારતના જીડીપીમાં 2020-21માં 6.9 ટકા ઘટાડાનું અનુમાન છે. પરંતુ આ બાદ વર્ષ 2021માં આમાં 5 ટકાની વૃદ્વિ નોંધાવાનું અનુમાન છે.
(સંકેત)