Site icon Revoi.in

તમે પણ ITR ભરવાનું ચૂકી ગયા છો? તો જેલ થઇ શકે છે, તેનાથી બચવા આજે આ કામ કરો

income tax
Social Share

નવી દિલ્હી: નાણાંકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ પહેલા 31 જુલાઇ, 2021 હતી પરંતુ બાદમાં આ સમયમર્યાદાને વધારીને 31 ડિસેમ્બર, 2021 કરવામાં આવી હતી. આવકવેરા વિભાગ અનુસાર, 31 ડિસેમ્બર, 2021 સુધીમાં કુલ 5.89 કરોડ કરદાતાઓએ આવકવેરા રિટર્ન દાખલ કર્યા છે. ઇ-ફાઇલિંગ પોર્ટલ પર કરદાતાઓએ આ ફાઇલિંગ કર્યા છે.

જો કે, અમુક કારણોસર કેટલાક લોકો હજુ સુધી પોતાનું ITR ભરી નથી શક્યા. તો તમારે ડરવાની જરૂર નથી. જો તમે પણ 31 ડિસેમ્બર 2021 સુધી પોતાનું ITR ફાઇલ કરી શક્યા નથી તો હવે તમારી પાસે 31 માર્ચ સુધીનો સમય છે. પરંતુ તેના માટે તમારે દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. જો ITR ફાઇલ કરવામાં વિલંબ કરશો તો તમારે તેના માટે પેનલ્ટી ફી ભરવાની પણ નોબત આવશે.

ટેક્સ નિષ્ણાંત અનુસાર, જો તમારી આવક 5 લાખથી વધુ છે, તો તમારે પોતાનું ITR ફાઇલ કરતી વખતે ફરજીયાત 5 હજાર રૂપિયાની પેનલ્ટી ફી આપવી પડશે અને જો 5 લાખથી ઓછી આવક છે, તો આ પેનલ્ટી ફી એક હજાર રૂપિયા રહેશે.

ટેક્સ નિષ્ણાંતે એવી ચેતવણી આપી છે કે, જો તમે 31 માર્ચ, 2022 સુધી પણ પોતાનું ITR ફાઇલ નથી કરતા તો મુશ્કેલી વધારે વધશે. 31 માર્ચ 2022 સુધી પણ ITR ભરશો તો આવકવેરા વિભાગ તમારા પર એ ટેક્સના 50 ટકા સુધીનો દંડ ફટકારી શકે છે. જે તમે ITR ના ભરી છૂપાવવા અને બચાવવા માંગો છો.

તે ઉપરાંત કેટલાક કેસમાં તમને જેલ પણ થઇ શકે છે. કેટલીક સ્થિતિમાં ખૂબ જ ઓછા લોકો એ જાણકારી ધરાવે છે કે સરકારની પાસે તમારી વિરુદ્વ કેસ ચલાવવાની પણ સત્તા છે અને તમે જો નિર્ધારિત સમય સુધી આઇટીઆર ફાઇલ નથી કરતા તો તમને જેલ પણ થઇ શકે છે.