મુંબઈઃ મેગાસિટી એવા મુબઈના 24 કલાક ફ્લાઈટ્સની આવન-જાવનથી ધમધમતા રહેતા એરપોર્ટ પર એક પ્રાઈવેટ ચાર્ટર વિમાન ક્રેશ થતાં અફડા-તફડી મચી ગઈ હતી. ક્રેશ થયેલા વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રુ મેમ્બર સવાર હતા. વિમાન ખરાબ હવામાનના કારણે ક્રેશ થયું હોવાનું કહેવાય છે. સદભાગ્યે તમામ યાત્રિકોનો બચાવ થયો છે. આ ઘટના બાદ મુંબઈ એરપોર્ટ પર તમામ વિમાનોનું ટેકઓફ અને લેન્ડિંગ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ મુબઈના એરપોર્ટ પર એક ઉદ્યોગપતિનું ખાનગી ચાર્ટર પ્લેન ક્રેશ થયુ હતુ. ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાને કારણે એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેકઓફને રોકી દેવામાં આવ્યું હતુ. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ વિમાનમાં 6 યાત્રી અને 2 ક્રૂ સભ્યો સવાર હતા.તે તમામનો બચાવ થયો છે. માહિતી અનુસાર વરસાદને કારણે વિઝિબિલિટી 700 મીટર હતી. ચાર્ટર્ડ પ્લેન રનવે પરથી સરકી જતાં ક્રેશ થયું હતુ. દુર્ઘટનાની સાથે જ પ્લેન બે ભાગમાં તૂટી ગયું હતુ. અને આગ લાગી હતી. વિમાનમાં 6 મુસાફર અને 2 ક્રૂ-મેમ્બર સવાર હતા, આ તમામ લોકો ઘવાયા હતા. બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વિમાને વિશાખાપટ્ટનમથી ઉડાન ભરી હતી.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાર્ટર પ્લેન મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત કંપની દિલીપ બિલ્ડકોનના નામે રજિસ્ટર્ડ છે. જેએમ બક્ષી કંપનીના માલિક કોટક અને તેમના પરિવારના સભ્યો વિમાનમાં સવાર હતા. જેએમ બક્ષી કંપની લોજિસ્ટિક્સ ક્ષેત્રે કામ કરે છે. દરમિયાન ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ જણાવ્યું હતું કે VSR વેન્ચર્સ લિયરજેટ 45 એરક્રાફ્ટ મુંબઈમાં રનવે 27 પરથી સરકી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે વિઝિબિલિટી ઘટીને 700 મીટર થઈ ગઈ છે, જેના કારણે આ ઘટના બની છે. ડીજીસીએએ કહ્યું કે, આ વિમાન વિશાખાપટ્ટનમથી મુંબઈ એરપોર્ટ માટે આવી રહ્યું હતું, ત્યારે આ ક્રેશ થયું છે. પ્લેન ક્રેશ થયા બાદ મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તેમજ બચાવ ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી હતી.