Site icon Revoi.in

બાંગ્લાદેશની સ્થિતિ વણસતા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને પડ્યો ફટકો

Social Share

રાજકોટઃ બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ અરાજકતાભરી સ્થિતિને કારણે ત્યાંના ઉદ્યોગ-ધંધા ઠપ થઈ જતાં તેની અસર બાંગ્લાદેશ નિકાસ કરનારા સૌરાષ્ટ્રના ઉદ્યોગો પર પડી છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર સાથે રો-કોટન, ડાયસ કેમિકલ, રેડિમેઈડ ગાર્મેન્ટ, યાર્ન સહિતના ક્ષેત્રમાં વેપાર થાય છે. જે અંદાજિત વાર્ષિક 1500 કરોડ છે. નવા ઓર્ડર લેવામાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ અવઢવમાં છે.વેપારમાં વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યા છે.

બાંગ્લાદેશમાં પલટાયેલી સ્થિતિને કારણે સૌરાષ્ટ્રના નિકાસ કરનારા ઉદ્યોગો પર પડી છે. દરમિયાન રાજકોટથી ઉદ્યોગકારોએ 30 સપ્ટેમ્બર સુધી બાંગ્લાદેશ નહિ જવા માટેનો નિર્ણય લીધો છે. રાજકોટના એક ઉદ્યોગકારે જણાવ્યું હતું કે,  બાંગ્લાદેશ તરફથી જે ઓર્ડર મળ્યા હતા તેના પર થતું કામ અટકાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહિ બાંગ્લાદેશમાં પ્લાન્ટ ધરાવતા ગુજરાતીઓએ ત્યાં પણ ઉત્પાદન અટકાવી દીધું છે. હાલ આર્થિક વ્યવસ્થા પડી ભાંગી છે.જો આવી પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે તો જે નાણાકીય રોટેશન છે, તે અટકી જશે. અન્ય વેપારીઓના કહેવા મુજબ રોડ-પોર્ટ પર અંદાજિત 500થી વધુ કન્ટેનર ફસાઈ ગયા છે. કસ્ટમ અને બેકિંગ સિસ્ટમ ક્યારે રાબેતા મુજબ થશે તેનું કોઈ અનુમાન અત્યારે લગાવી શકાય નહિ. અત્યારે ત્યાં સૌથી મોટી સમસ્યા કેશ ડિપોઝિટ અને ડેબિટની છે. એક ખાતામાં માત્ર રૂ.2 લાખ સુધીની જ રકમ ઉપાડવાની છૂટ છે. જેને કારણે ત્યાંના કર્મચારીઓને પગાર કેમ ચૂકવવો તે પણ એક પ્રશ્ન ઊભો થયો છે. વેપાર ઉદ્યોગ જે રીતે પ્રભાવિત થયો છે તેને રાબેતા મુજબ થતા અંદાજિત ત્રણ માસ થઈ જશે.

સૌરાષ્ટ્રમાંથી મરી-મસાલાની પણ બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવે છે. એટલે તેની નિકાસ પણ અટકી ગઈ છે. રાજકોટ માટે બાંગ્લાદેશ વેપારની દૃષ્ટિ એ ટ્રેડ પાર્ટનર કહી શકાય. હાલ વેપાર-ઉદ્યોગ પડી જતા ટ્રેડ માટે સૌથી મોટો ઝટકો લાગશે. નિકાસકારોને સૌથી મોટી ચિંતા પોર્ટ પર જે માલ પડ્યો છે તેની છે. કારણ કે, ત્યાંથી માલ આગળ મોકલી પણ ન શકાય અને પરત પણ મેળવી ન શકાય. હાલમાં પોલિસી મેકિંગ પર સૌ કોઇની મીટ મંડાઇ છે. કારણ કે, પોલિસી મેકિંગના આધારે પણ ઉદ્યોગકારો નિર્ણય લઈ શકશે. (File photo)

#BangladeshCrisis #SaurashtraExports #CottonTrade #ChemicalExports #GarmentIndustry #YarnBusiness #ExportImpact #RajkotBusiness #BangladeshUnrest #ContainerDelay #TradeDisruption #ExportChallenges #IndustrySetback #TradePartnership