- કુલ 96 ગેસ સિલિન્ડર સાથે ૬ શખ્સની અટકાયત
- ગઠિયાઓ બાટલામાંથી 3 કિલો ગેસ કાઢી લેતા
- વજન ચેક કરીને ગેસનું સિલિન્ડર લેવું
ભાવનગર :લોકો ચોરી કરવા માટે હવે એવી હદ સુધી પહોંચી ગયા છે કે,ગેસના સિલિન્ડરમાંથી પણ ગેસ ચોરી રહ્યા છે. આ પ્રકારનું એક કૌભાંડ ભાવનગરમાં પકડાયું છે તેના કારણે લોકોએ હવે સતર્ક થવાની જરૂર છે, વાત એવી છે કે,ભાવનગરમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેસ કાઢી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે શહેરના ચૌદનાળા વિસ્તારમાં આવેલા મફતનગર સ્થિત રહેણાંકી મકાનમાં રાંધણ ગેસના બાટલામાથી ગેસ કાઢી ખાલી રીફીલ ભરવાનું કૌભાંડ ઝડપાયું છે.
વાત એવી છે કે ચોરી કરનારા લોકો એક બાટલામાથી ત્રણ કિલો ગેસ કાઢી ખાલી બોટલો ભરતા રંગેહાથ ઝડપાયા હતા જેથી પોલીસે 6 આરોપીઓની અટકાયત કરી છે.
આ સમગ્ર ઘટના વિશે પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના ચૌદનાળા વિસ્તારમાં રાંધણગેસના બાટલામા ઓછું વજન હોવાની ગઈકાલે ફરિયાદ મળી હતી જેથી તંત્ર દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ટીમને બાતમી મળી હતી કે,શહેરના ઘોઘા રોડ પર આવેલા ચૌદનાળા મફતનગર વિસ્તારમાં રહેતા રજાક મનસુર ડેરૈયાના રહેણાંકી મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે મકાન માલિક સહિત 5 શખ્સો રાંધણગેસના બાટલામાથી ગેસ કાઢી ખાલી બાટલામા ભરી રહ્યાં હતા.
આ પછી ટીમ તથા બી ડીવીઝન પોલીસની ટીમે 6 શખ્સોની અટકાયત કરી છે.તથા કુલ 96 ગેસ સિલિન્ડર તથા બે વાહનો પણ કબજે કર્યા છે.પોલીસે હાલ 6 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે