‘Buy Now Pay Later’ આવી લોન સ્કીમનો ઉપયોગ કરનારા લોકોમાં અમદાવાદીઓ મોખરે
- ‘Buy Now Pay Later’ વાળી લોનની સ્કીમ
- આમાં અમદાવાદીઓ મોખરે
- જાણો અમદાવાદીઓએ શું ખરીદ્યુ
અમદાવાદ: ભારત અત્યારે વિશ્વમાં એવું માર્કેટ છે કે જ્યાં વિશ્વના તમામ દેશો વેપાર કરવા માંગે છે. મોટાભાગની કંપનીઓ એવી એવી સ્કીમ લઈને આવે છે કે જે ગ્રાહકોને ખુબ જ લાલચ આપે છે. હાલમાં જ થોડા સમય પહેલા એવી સ્કીમ જાહેર કરવામાં આવી હતી કે ‘Buy Now Pay Later’ આવામાં આ સ્કીમનો ઉપયોગ કરનારા લોકોમાં અમદાવાદીઓ મોખરે રહ્યા છે.
વધુ જાણકારી અનુસાર , ‘ધ ઇન્ડિયા બાય નાઉ, પે લેટર રિપોર્ટ 2021’ ભારતીય બીએનપીએલ ઇકોસિસ્ટમ, વૈશ્વિક સર્વોત્તમ પ્રથાઓ અને ભારતમાં ઉદ્યોગ માટે આગામી પરિસ્થિતિની ઝાંખી પણ આપે છે. વર્ષ 2020ની તુલનામાં વર્ષ 2021માં ઝેસ્ટમનીએ એકંદર બીએનપીએલ ટ્રાન્ઝેક્શનમાં 300 ટકાની જબરદસ્ત વૃદ્ધિ જોઇ છે.
આ અહેવાલમાં દેશભરમાં પુરુષ અને મહિલાઓએ શું ખરીદ્યું છે તેની પણ વિગતો સામેલ છે. ટિયર 1 અને 2 શહેરોમાં પુરુષોએ ફેશન અને લાઇફસ્ટાઇલ માટે જંગી ખર્ચ કર્યો છે ત્યારે ટિયર 1 અને 2 શહેરોમાં મહિલાઓએ તેમની ઇલેક્ટ્રોનિક્સ અપગ્રેડ કરવા તથા અપસ્કિલિંગ માટે એડટેક કોર્સિસ માટે ખર્ચ કર્યો છે.
વર્ષ 2021માં બીએનપીએલની માગમાં વધારો જોનાર ટોચના શહેરોમાં બેંગ્લોર, મુંબઇ, નવી દિલ્હી, પૂને, હૈદરાબાદ, ચેન્નઇ, અમદાવાદ, થાને, કોલકત્તા અને જયપુર ઉભરી આવ્યાં છે ત્યારે લખનઉ, કાંચીપુરમ્, વિજયવાડા, વિશાખાપટ્ટનમ્, ગુંતુર, સુરત, ઇન્દોર, ભોપાલ, તિરુવલ્લુવર અને કોઇમ્બતુર પ્લેટફોર્મ ઉપર બીજા ટોચના ટિયર 2 અને ટિયર 3 શહેરો હતાં.