1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય શેરબજારમાં મિડકેપ અને સ્મોલકેપમાં ખરીદીનો ટ્રેન્ડ
ભારતીય શેરબજારમાં મિડકેપ અને સ્મોલકેપમાં ખરીદીનો ટ્રેન્ડ

ભારતીય શેરબજારમાં મિડકેપ અને સ્મોલકેપમાં ખરીદીનો ટ્રેન્ડ

0
Social Share
  • મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું
  • ટોક્યો સિવાય લગભગ તમામ એશિયન બજારોમાં ઘટાડો

અમદાવાદઃ આજરોજ મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું હતું. બજારમાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. સવારે 9:17 વાગ્યે સેન્સેક્સ 48 પોઈન્ટ વધીને 81,746 પર અને નિફ્ટી 17 પોઈન્ટના નજીવા વધારા સાથે 25,027 પર હતો. બજારનો ટ્રેન્ડ સકારાત્મક રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 1,299 શેર લીલા અને 654 શેર લાલ નિશાન જોવા મળ્યું છે. 

તો ટ્રેડિંગની શરૂઆતમાં લાર્જકેપના બદલે મિડકેપ અને સ્મોલકેપમાં ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 185 પોઈન્ટ અથવા 0.32 ટકા વધીને 59,117 પર હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 51 પોઈન્ટ અથવા 0.27 ટકા વધીને 19,183 પર હતો. ત્યારે IT, PSU Bank, ફાર્મા, FMCG, મીડિયા અને PSE NSE પર સૌથી વધુ વૃદ્ધિ પામતા સૂચકાંકો છે. ફિન સર્વિસ, ઓટો, મેટલ અને રિયલ્ટી ઈન્ડેક્સ પર દબાણ હતું. HCL Tech, L&T, પાવર ગ્રીડ, ઇન્ફોસિસ, નેસ્લે, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ITC, ટાઇટન, બજાજ ફિનસર્વ અને વિપ્રો સેન્સેક્સ પેકમાં ટોપ ગેઇનર્સ છે.

કોટક મહિન્દ્રા બેંક, એમએન્ડએમ, એચડીએફસી બેંક અને ઇન્ડસઇન્ડ બેંક ટોપ લોઝર છે. ટોક્યો સિવાય લગભગ તમામ એશિયન બજારોમાં ઘટાડો છે. શાંઘાઈ, હોંગકોંગ, બેંગકોક, સિયોલ અને જકાર્તા લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. 26 ઓગસ્ટે યુએસ બજાર મિશ્રિત આંકડા સાથે બંધ થયું હતું. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આ સમયે બજાર માટે નકારાત્મક અને સકારાત્મક બંને પરિબળો કામ કરી રહ્યા છે.

સકારાત્મક પરિબળ એ છે કે યુએસ ફેડએ વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. મતલબ કે આગામી સમયમાં વ્યાજ દર ઘટશે અને તેની બજાર પર સકારાત્મક અસર પડશે. તે જ સમયે, નકારાત્મક પરિબળ એ છે કે મધ્ય પૂર્વ અને યુક્રેનમાં તણાવ વધ્યો છે. જેના કારણે બ્રેટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $ 81 પર પહોંચી ગઈ છે. જો આ તણાવને કારણે બજાર ઘટશે તો તે ખરીદીની તક હશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code