Site icon Revoi.in

નીતિ આયોગના નવા CEO તરીકે BVR સુબ્રમણ્યમની નિયુક્તિ કરાઈ

Social Share

 

દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવા અધિકારી બીવીઆર  સુબ્રમણ્યમને NITI આયોગના નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ પરમેશ્વરન ઐયરનું સ્થાન ગ્રહણ કરશે ત્યારે તેઓને હવે વિશ્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વિતેલા દિવસને સોમવારના રોજ જારી કરાયેલા કર્મચારી મંત્રાલયના આદેશ પ્રમાણે, કેબિનેટની નિમણૂક સમિતિએ સુબ્રમણ્યમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. પદ સંભાળ્યાની તારીખથી બે વર્ષ માટે તેઓ આ પદ પર પોતાની ફરજ નીભાવશે.