Site icon Revoi.in

ટ્વિટર ખરીદીને એલન મસ્કે સૌથી વધુ આર્થિક નુકશાન વેઠવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Social Share

દિલ્હીઃ- જ્યારથી ટ્વિટની માલિકી એલન મસ્કે ખરીદી છે ત્યારથી જ ટ્વિટર ચર્ચામાં છે, ટ્વિટરમાંથી કેટલાક કર્મીઓને હાકી કાઢવામાં પણ આવ્યા હતા કારણ કે ટ્વિટર ખોટમાં જતું હોવાની બબાત સામે આવી છે ત્યારે હવે એલન મસ્કને લઈને વધુ એક વિગત સામે આવી છએ જે પ્રમાણે એલન મસ્કે ટ્વિટર ખરીદીને સૌથી મોટૂ નુકશાન કર્યું છે.

નટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની નેટવર્થ સતત ઘટી રહી છે. હવે મસ્કે અંગત રીતે સૌથી વધુ નુકશાન સહન કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે શુક્રવારે જણાવ્યું હતું કે ઈલોન મસ્કે ઈતિહાસમાં અંગત સંપત્તિના સૌથી મોટા નુકસાનનો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો છે. 

એક બ્લોગ પોસ્ટમાં, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે ફોર્બ્સના અંદાજને ટાંક્યો છે કે નવેમ્બર 2021 થી મસ્કને લગભગ 182 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. જો કે, ઘણા સ્રોતોમાંથી જાણવા મળ્યું છે કે નુકસાનનો આ આંકડો  200 બિલિયન ડોલરની નજીક છે.

બ્લોગમાં આપેલી માહિતી પ્રમાણે “ઇલોન મસ્કની ખોટનો ચોક્કસ આંકડો નક્કી કરવો લગભગ અશક્ય છે, પરંતુ મસ્કની કુલ ખોટ 2000માં જાપાની ટેક રોકાણકાર માસાયોશી સોનના 58.6 બિલિયન ડોલરની ખોટના અગાઉના રેકોર્ડને વટાવી ગઈ છે.”

આ સહીત ધ હિલના જણાવ્યા અનુસાર, એલોન મસ્કની નેટવર્થ નવેમ્બર 2021માં $320 બિલિયનથી ઘટીને જાન્યુઆરી 2023 સુધીમાં 137 બિલિયન  ડોલર થવાની તૈયારીમાં છે, જેનું મુખ્ય કારણ ટેસ્લાના શેરના નબળા પ્રદર્શનન છે.મસ્કએ સતત નુકસાન વચ્ચે ટેસ્લાના  7 બિલિયન ડોલરના સ્ટોકનું વેચાણ કર્યું છે, કારણ કે તે નવેમ્બરમાં ટ્વિટર અને અન્ય  4 બિલિયન ડોલર ખરીદવા માટેના સોદા માટે ભંડોળ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.