ગોળમાં બનાવેલા આ સૂકા મેવા ખાવાથી 1 મહિનામાં ઘટશે 5કિલો વજન, પેટની ચરબી માખણની જેમ ઓગળી જશે
ગોળ ખાવાની સલાહ શિયાળાની ઋતુમાં જરૂર આપવામાં આવે છે, કેમ કે તેમાં જોવા મળતા પોષક તત્વો અને ગુણ તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે, જેનાથી રાગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. આના સેવનથી શરારમાં આયર્નની ઉણપ નથી થતી. તેમજ આ તમારા મેટાબોલિઝમ પણ મજબૂત રાખે છે, પણ શું તમને ખબર છે કે ગોળ તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
મખાના અને ગોળ ખાવાથી ફાયદો થાય છે
મખાનામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટિન અને ફાઈબર હોય છે. જે ભૂખને નિયંત્રિત કરે છે. ગોળમાં આયર્ન, કેલ્શિયમ, અને પોટેશિયમ હોય છે, જે ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી તમારા શરીરમાં વધારાની ચરબી જમાં નથી થતી. તેમજ પહેલાથી જમા થયેલી ચરબી ઘટવા લાગે છે. તમને જણાવીએ કે, ગોળમાં મખાના સિવાય અન્ય વાનગીઓ તૈયાર કરી શકાય છે. જેમ કે ગાજરનો હલવો, ખીર, ચટણી અને ગોળનું સલાડ.
મખાના અને ગોળ કેવી રીતે તૈયાર કરવા
એક તપેલીમાં મખાના સેકી લો. પછી મખાનાને અલગથી બહાર કાઢીને રાખો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો, પછી તેમાં ગોળ નાખો અને પાણી જ્યારે ગોળમાં સારી રીતે પકાઈ જાય ત્યારે એમાં મખાના મિક્સ કરી દો. હવે તમે તેને એક બોક્ષમાં સ્ટોર કરો.