Site icon Revoi.in

પેટાચૂંટણીઃ વાવ બેઠક પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારના કર્યા જાહેર

Social Share

નવી દિલ્હીઃ ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. તો આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે કોંગ્રેસે આજે સવારે જ પોતાના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતને જાહેર કર્યા છે. તો બીજી બાજુ હજી સુધી ભાજપે પોતાના ઉમેદવાર તરીકે હજું નામ જાહેર કર્યુ નથી.

વાવ બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ મળી છે. સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં અને 15,601 મતથી હારી ગયા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને 48,634 મત મળ્યા હતા.

2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા

વાવ બેઠક કોંગ્રેસ માટે યથાવત જાળવી રાખવી એ પડકાર સમાન છે જયારે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ ભાજપ માટે આ બેઠક જીતવી પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે. અત્યાર સુધી વાવ બેઠક પર ત્રણ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. 2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા.

જાણો કોણ છે ગુલાબસિંહ રાજપૂત

ગુલાબસિંહ રાજપૂત સુઈ ગામના અસારવા ગામના વતની છે. તેઓ પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. થરાદ પૂર્વ ધારાસભ્ય 2019ની પેટા ચૂંટણી જીત્યા હતા. ગુલાબસિંહ યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વર્ષ 2022માં થરાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપના શંકર ચૌધરી સામે હાર્યા હતા.