Site icon Revoi.in

પેટાચૂંટણીઃ ગુજરાત વિધાનસભાની વાવ બેઠક ઉપર 13 નવેમ્બરે મતદાન યોજાશે

Social Share

નવી દિલ્હીઃ ગુજરાત બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. વાવની પેટા ચુંટણી ઝારખંડ વિધાસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાન સાથે 13 નવેમ્બરના રોજ યોજાશે. જ્યારે તેનુ પરિણામ મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો સાથે 23 નવેમ્બરના રોજ જાહેર થશે.

વાવ વિધાનસભા માટે 18 ઓક્ટોબરના રોજ જાહેરનામુ બહાર પડશે અને ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવાર પોતાનું ફોર્મ ભરી શકશે,વાવ વિધાનસભાની પેટા ચુંટણી માટે ઉમેદવારી નાંધાવવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર નિર્ધારીત કરાઇ છે.28 ઓક્ટોબરના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ફોર્મ પરત લેવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર નિર્ધારીત કરાઇ છે 13 નવેમ્બરના રોજ મતદાન હાથ ધરાશે અને 23 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે

વાવ બેઠક પર વર્ષ 2017 અને 2022ની વિધાનસભાની ચુંટણનીમાં કોંગ્રેસના ગેની બેન ઠાકોર ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવ્યા હતા જોકે લોકસભા 2024ની ચુંટણીમાં બનાસકાંઠાના સાંસદ તરીકે ચુંટાતા તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા બેઠક ખાલી પડી હતી.