Site icon Revoi.in

પેટાચૂંટણીઃ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર ભાજપાએ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકોની સાથે વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર પણ તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. દરમિયાન ભાજપાએ વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે.

ભાજપાએ વિધાનસભાની પોરબંદર બેઠક ઉપર અર્જુન મોઢવાડિયા, માણાવદર બેઠક ઉપર અરવિંદ લાડાણી, ખંભાત બેઠક ઉપર ચિરાગ પટેલ, વિજાપુર બેઠક ઉપર સી.જે.ચાવડા અને વાઘોડિયા બેઠક ઉપર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટીકીટ ફાળવી છે. આ તમામ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયાં હતા. દરમિયાન ભાજપાએ તેમને જ પેટાચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે. જો કે, હજુ સુધી વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં નથી.

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપાએ તૈયારીઓ શરૂ કરીને પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. તેમજ હાલ ચૂંટણી પ્રચાર પણ વેગવંતો બનાવવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા લોકસભાની હજુ કેટલીક બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં નથી. આગામી દિવસોમાં આ બેઠકો ઉપર ઉમેદવારોના નામ ફાઈનલ કરી દેવામાં આવે તેવી શકયતા છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે. બીજી તરફ ભાજપાએ તમામ 26 બેઠકો ફરી એકવાર જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.