અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી યાજાઈ હતી. જેમાં પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વિજાપુરનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ચાર કોંગ્રેસમાંથી આવેલા અને એક અપક્ષમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતાં. આ પાંચેય બેઠક ચોથા રાઉન્ડમાં ભાજપના તમામ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જો પેટાચૂંટણીમાં કોંગ્રેસ પોતાની બેઠકો પર જીત નહીં મેળવી શકે તો તેનું સંખ્યાબળ વિધાનસભામાં હજુ પણ ઘટી જશે અને સંખ્યાબળ 13 ધારાસભ્યનું થઈ જશે.
ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીની મત ગણતરી આજે હાથ ધરાતા ચોથા રાઉન્ડમાં પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 25335 મત તો કોંગ્રસ ઉમેદવાર રાજુ ઓડેદરાને 3260 મત મળ્યાં. અર્જુન મોઢવાડિયા 22,075 લીડથી આગળ છે. જ્યારે ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 8372 તો કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 5981 મત મળ્યાં. ભાજપ ઉમેદવાર 2391 મતથી આગળ.છે. તેમજ વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી. જે. ચાવડા 3079 મતથી આગળ છે. માણાવદર વિધાનસભામાં ભાજપના અરવિંદ લાડણી 3700 મતથી આગળ છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 4449 મત તો કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 3121 મત મળ્યાં છે. ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલ 1328 મતોથી આગળ છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 7405 મત તો કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 2367 મત મળ્યાં. ભાજપ ઉમેદવાર 5038 વોટથી આગળ છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી. જે. ચાવડા 566 મતેથી આગળ છે.
વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસમાંથી કનુ ગોહિલ ચૂંટણી મેદાને ઉતર્યા હતા. મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા બંને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવી દેવામાં આવ્યો હતો. જોકે, ઉમેદવારી પરત ખેંચી લેનાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસને ટેકો જાહેર કરી કોંગ્રેસને જીતાડવા માટેના પ્રયાસો શરૂ કર્યો હતો. બીજી બાજુ રાજકોટ લોકસભાના ભાજપાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયો વિરૂધ કરવામાં આવેલા નિવેદનના કારણે રોષે ભરાયેલા વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય મતદારો દ્વારા પણ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી ચૂક્યા હતા. હવે વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોણ બાજી મારશે તે આજે સ્પષ્ટ થશે.