Site icon Revoi.in

11 સપ્ટેમ્બર સુધીમાં અમેરિકા પોતાના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લેશે

Social Share

દિલ્હી : અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાની તૈનાતીને લઈને જો બાઇડેન પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. 11 સપ્ટેમ્બર પહેલા તમામ અમેરિકી સૈનિક તેમના દેશ પરત ફરશે..

તાલિબાન સાથે શાંતિ વાતચીત વચ્ચે ટ્રમ્પ પ્રશાસને કહ્યું હતું કે, 1 મે સુધીમાં અમેરિકી સૈનિકો પરત ફરશે. પરંતુ વાતચીત સફળ ન થવાને કારણે આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે અમેરિકાએ 9/11 ની 20 મી વર્ષગાંઠને નવી તારીખ તરીકે પસંદ કરી છે.

અમેરિકી સરકારના એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, બાઇડેને કેટલાક અઠવાડિયા પહેલા આ સંદર્ભે સંકેતો આપવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, પરત ફરવાની નિયત તારીખ પાછળ છોડી દેવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનમાં અત્યારે લગભગ 2500 અમેરિકન સૈનિકો છે.

અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનમાં રોકાયા પાછળનું કારણ કહેવામાં આવી રહ્યું હતું કે, અમેરિકાને એક ખતરો હતો કે, આતંકી ફરી એકવાર તેમના દેશને નિશાન બનાવી શકે છે. ફેબ્રુઆરી 2020 માં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રસાશને તાલિબાન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ મુજબ તાલિબાન હુમલા રોકીને અફઘાન સરકાર સાથે શાંતિ વાટાઘાટો કરવા સંમત થયા હતા. બદલામાં અમેરિકાએ ખાતરી આપી હતી કે, તે મે 2021 સુધીમાં તેના તમામ સૈનિકોને પરત બોલાવી લેશે.

દેવાંશી