વર્ષ 2022ના અંત સુધીમાં વૈશ્વિક સમાનતાના ભાવ સાથે આપણે કોરોનાથી છુટકારો મેળવી શકીશું: WHO
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. તેમજ ઓમિક્રોનના કેસમાં ઉછાડો આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન વર્ષ 2022ના અંત સુધીમાં વૈશ્વિક સમાનતાના ભાવ સાથે આપણે કોરોનાથી છુટકારો મેળવી શકીશું. તેમ WHO પ્રમુખે જણાવ્યું હતું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ધેબ્રેયસસે કહ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીને હરાવવા માટે અસમાનતા દુર કરવી ખૂબ જરુરી છે. જો આપણે અસમાનતા દુર કરવામાં સફળ થઈશું તો કોરોના નહીં પણ કોઈપણ મહામારીને હરાવી શકીશું., આ સમય ભૂતકાળમાંથી શીખ મેળવી ભવિષ્યને વધુ મજબૂત કરવાનો છે. વિશ્વનો કોઈપણ દેશ આ મહામારીમાંથી બચી શક્યો નથી. આપણી પાસે આજે કોવિડ સામે લડવા માટે ઘણા નવા હથિયારો છે, વેક્સિન છે, નવી સારવારની પદ્ધતિઓ છે, 8.5 મિલિયન ડોલર કરતા પણ વધારે રસીના ડોઝ ઉપલબ્ધ છે, આ તમામની વચ્ચે અસમાનતા હશે તો વૈશ્વિક સ્તરે આ મહામારીને હરાવી શકાશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ”કેટલાક દેશોનો સંકુચિત રાષ્ટ્રવાદ અને રસીની સંગ્રહખોરીથી અસમાનતા હટાવી શકાશે નહીં.” સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે વર્ષ 2022ના અંત સુધીમાં વૈશ્વિક સમાનતાના ભાવ સાથે આપણે આ બિમારીથી છુટકારો મેળવી શકીશું. કોવિડ એ ન માત્ર લોકોના સ્વાસ્થ્યની ચિંતા વધારી છે, પરંતુ અનેક લોકોના રુટિન વેક્સિનેશન, પરિવારની યોજનાઓ પણ તેનાથી પ્રભાવિત થઇ છે. તેનાથી દરેક પ્રકારના રોગોની સારવાર પણ પ્રભાવિત થઈ છે. ભવિષ્યમાં આ પ્રમાણેના સંક્રમણ અને મહામારી રોકવા માટે અમે WHO બાયોહબ સિસ્ટમ શરુ કરી છે. એપિડેમિક અને પેન્ડેમિક ઈન્ટેલિજન્સના હબને બર્લિનમાં ખોલવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આપણે એકસાથે મળીને કોવિડ સામે લડવુ પડશે. 70% વૈશ્વિક વેક્સિનેશન આ દિશામાં મહત્વપૂર્ણ પગલું બનશે.
(PHOTO-FILE)