Site icon Revoi.in

ગાયના છાણનો આ રીતે ઉપયોગ કરવાથી પિતૃદોષમાંથી મળે છે મુક્તિ

Social Share

પિતૃપક્ષમાં ગાયના ગોબરમાંથી બનેલા છાણા દ્વારા અમુક ઉપાયો કરવાથી માતા લક્ષ્મીની કૃપા તે ઘર પર વરશે છે. આ વાત વિશે તો મોટાભાગના લોકોને જાણ હશે પણ આજે વધારે વાત કરીએ તો, હિંદુ ધર્મમાં પિતૃપક્ષને પુણ્યકાર સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું તર્પણ કરવાથી પિતુઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે. આ સાથે જ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ગાયના ગોબરના છાણાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માન્યતા છેકે, જે રીતે ગાય માતાની અંદર દેવી-દેવતાઓનો વાસ છે, તેમ ગાયના ગોબરમાંથી બનેલા છાણામાં તેમની ઊર્જાનો વાસ હોય છે. તેથી જ્યારે આ છાણાને સળગાવવામાં આવે છે ત્યારે તેમાંથી નિકળતો ધૂમાડો ચારેબાજુ શુદ્ધતાની સાથે દૈવીય શક્તિઓનો પણ સંચાર કરે છે.

હિંદુ ધર્મમાં કોઈ પણ પૂજા ધૂપ-દીપ વગર પૂર્ણ માનવામાં આવતી નથી. દેવતાઓની પૂજાની સાથે પિતૃદેવોની પૂજામાં પણ ધૂપનું મહત્વ ઘણું મહત્વ છે. સામાન્ય રીતે સાંજના સમયે નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે લગભગ તમામ ઘરોમાં પણ ધૂપ દિપ કરવામાં આવે છે.

આ જ કારણ છે કે તમારે પિતૃપક્ષ દરમિયાન નિયમિત ગાયના ગોબરમાંથી બનેલા છાણાનો ધૂમાડો કરવો જોઇએ. તેનાથી ઘરમાં રહેલી અશુભ ઊર્જા દૂર થાય છે અને દૈવીય શક્તિઓનો વાસ થાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, પિતૃપક્ષ દરમિયાન તેમને સમર્પિત હવન કરો અને તેમાં ગાયના ગોબરમાંથી બનેલા છાણા સળગાવો. જેથી પિતૃદોષ દૂર થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે.