આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે પણ સફેદ દાંત મેળવી શકો છો અને પીળાશથી પણ છુટકારો મળશે
ઘણા લોકો પીળા દાંતથી પરેશાન હોય છે. આ માટે તે મેડિકલ ટ્રીટમેન્ટ પણ લે છે, પણ તેમ છતાં તેની તેના પર કોઈ અસર થતી નથી. તેનાથી રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયો અપનાવી શકો છો. જો તમે પણ પીળા દાંતને કારણે શરમ અનુભવો છો, તો ઘરેલું ઉપાયો કરીને તમે પીળાશથી છુટકારો મેળવી શકો છો.
ઘણી વખત પીળા દાંત અકળામણનું કારણ બની જાય છે, આવામાં કેટલાક લોકો બીજા લોકોને મળવામાં પણ નર્વસ અનુભવે છે. તમે પણ પીળા દાંતથી પરેશાન છો તો આ ઉપાયો અપનાવીને પીળા દાંતથી છુટકારો મેળવી શકો છો.
બેકિંગ સોડા એક નેચરલી ક્લીન્સર છે, જે દાંતમાંથી પ્લેક અને ડાઘ દૂર કરવામાં મદદ કરે છે.
એક લીંબુનો રસ કાઢીને તમારા ટૂથબ્રશ પર લગાવો, પછી બ્રશ કરીને ધોઈ લો. આમ કરવાથી પીળાશ દૂર થઈ જશે.
સૂતા પહેલા દાંત પર થોડું નારિયેળ તેલ લગાવો, તે દાંતને સફેદ કરવામાં અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
આ ઘરેલુ ઉપાય સિવાય, દિવસમાં બે વાર દાંત સાફ કરવા જોઈએ, ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન કરવાથી બચવું જોઈએ.