સરકારના નોટિફિકેશન બાદ દેશભરમાં સીએએ લાગુ, 3 દેશોના બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. તેના પ્રમાણે હવે ત્રણ પાડોશી દેશોની લઘુમતીઓને ભારતની નાગરિકા મળી શકશે. તેના માટે તેમને કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી પડશે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન ચાલુ કર્યા બાદ દિલ્હી, ઉત્તર સહીતના ઘણાં રાજ્યોમાં સુરક્ષા વધારી દીધી છે.
2019ની લોકસભાની ચૂંટણીથી પહેલા ભાજપે સીએએને પોતાના ઘોષણાપત્રમાં સામેલ કર્યું હતું. તેને પાર્ટીએ મોટો મુદ્દો બનાવ્યો હતો. ગૃહ મંત્રી અમિત શાહ તાજેતરમાં જ પોતના ચૂંટણીના ભાષણોમાં ઘણીવાર નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએને લાગુ કરવાની વાત કરી ચુક્યા હતા. તેમણે એલાન કર્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા તેને લાગુ કરી દેવામાં આવશે. હવે કેન્દ્ર સરકારે તેના માટે નોટિફિકેશન જાહેર કરીને તેને લાગુ કરી દીધો છે.
સીએએ હેઠળ મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોથી આવનારા અન્ય ધર્મોના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે સીએએ સાથે સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે. તેને નોટિફિકેશન બાદ લોન્ચ કરવામાં આવશે. ત્રણ મુસ્લિમ બહુમતીવાળા પાડોશી દેશોમાંથી આવનારા ત્યાંના લઘુમતી સમુદાયના આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવું પડશે અને તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. તેના માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂરત હોતી નથી.
2019માં નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સંશોધન કર્યું હતું. તેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી 31 ડિસેમ્બર, 2014 પહેલા આવનારા 6 લઘુમતી સમુદાયના લોકો એટલે કે હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસીને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરી હતી. નિયમો પ્રમાણે, નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં હશે.
નાગરિકતા આપવાનો અધિકાર સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર પાસે છે. પાડોશી દેશ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદયા સાથે આવનારા પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપવા માટે 1955ની નાગરિકતા અધિનિયમમાં સંશોધન કરવામાં આવ્યો છે. આવા પ્રવાસી નાગરિક, જે પોતાના દેશોમાં ધાર્મિક અત્યાચારથી તંગ આવીને 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારતમાં આવીને શરણ લઈ ચુક્યા છે. આ કાયદા હેઠળ આ લોકોને ગેરકાયદેસર પ્રવાસી માનવામાં આવ્યા છે, જે ભારતમાં કાયદેસરના પાસપોર્ટ અને વીઝા વગર ઘૂસી આવ્યા છે અથવા તો પછી કાયદેસરના દસ્તાવેજ સાથે ભારતમાં આવ્યા છે. પરંતુ નિર્ધારીત અવધિથી વધુ સમય સુધી અહીં રોકાયા હોય.
સરકારે સંપૂર્ણ પ્રક્રિયાને ઓનલાઈન બનાવી છે. તેના માટે ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. અરજી પોતાના મોબાઈલ ફોનથી પણ એપ્લાય કરી શકાય છે. અરજદારોને તે વર્ષ જણાવવું પડશે, જ્યારે તેમણે દસ્તાવેજ વગર ભારતમાં પ્રવેશ કર્યો હતો. અરજદારોથી કોઈ દસ્તાવેજ માંગવામાં નહીં આવે. નાગરિકતા સાતે જોડાયેલા જેટલા પણ આવા મામલા પેન્ડિંગ છે, તે બધાં ઓનલાઈન કન્વર્ટ કરવામાં આવશે. પાત્ર વિસ્થાપિતોને માત્ર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે. તેના પછી ગૃહ મંત્રાલય તપાસ કરશે અને નાગરિકતા જાહેર કરશે.