Site icon Revoi.in

કોરોનાનો પ્રભાવ ઓછો થતાની સાથે જ સીએએનો અમલ થશે શરુ – ગૃહમંત્રી અમિત શાહ

Social Share

દિલ્હીઃ-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્વિમ બંગાળના પ્રવાસે હતા, ત્યારે વિતેલા દિવસને રવિવારના રોજ બોલપુરમાં યોજવામાં આવેલી રેલી પછી પત્રકાર પરિષદમાં ગૃહમંત્રીએ સીએએ પર વાત કરી હતી , તેમણે કહ્યું કે,  કોરોનાનો પ્રભવ ઓછો થતાની સાથે સીએએ મુદ્દે અમલીકરણનો વિચાર કરવામાં આવશે,

તેમણે સીએએ ને લઈને કહ્યું કે,  આપણા દેશમાં હજારો લાખો ઘુસમખોરો પ્રવેશ કરે છે જેમાં કેટલાક લોકો આતંકવાદને સહયોગ પણ પતા હોય છે, તેમના ,હાયકો તરીકે તેમને પ્રોત્સાહન આપતા હોય છે, જેના કારણે સીએએ નો અમલ જલ્દીથી કરવામાં આવે તે દેશ માટે ખુબ જ જરુરી થે.

આ સાથે જ અમિત શાહએ એમ પણ દાવો કર્યો છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રમુખ જે પી નડ્ડાના કાર કાફલા પર જે હુમલો થયો હતો તેના અનુસંધાનમાં કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના આઇપીએસ અધિકારીઓને  મોકલેલો પત્ર બંધારણીય છે.

ઉલ્લ ખનીય છે કે, પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ એ અધિકારીઓને કેન્દ્રના પત્રની અવગણના કરવા કહ્યું હતો, આ સાથે જસ દિલ્હી ન જવા જણાવ્યું હતું, મમતા બનરજીના કહ્યા પ્રમાણે આ  રાજ્ય સરકારનાકાર્યમાં દખલરુપ હતો, ત્યારે ગૃહમંત્રી અમિત શાહએ આ બાબતને લઈને પણ આકરો પ્રહાર કર્યો હતો .

ઉલ્લેખનીય છે કે જ્યારે ગૃમંત્રીને CAAના અમલ પર પશ્ન કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું કે કોરોનાના કારણે એના અમલમાં  વિલંબ થયો હતો. કોરોનાનો પ્રભાવ હળવો થતાની સાથે જ તેનો અમલ કરાવવામાં આવશે.

સાહિન-