ભોપાલઃ મધ્યપ્રદેશમાં સીએમ મોહન યાદવના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેમજ નવા બનાવાયેલા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યાં હતા. મંત્રીમંડળનું વિસ્તરણ કરીને તેમાં નવા 28 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 18 કેબિનેટ, 6 રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર અને 4 રાજ્યમંત્રીનો સમાવેશ થાય છે.
કેબિનેટમાં પ્રદુમ્નસિંહ તોમર, તુલસી સિલાવટ, અદલ સિંહ કસાના, નારાયણ સિંહ કુશવાહ, વિજય શાહ, રાજેશ સિંહ, પ્રહલાદ પટેલ, કૈલાશ વિજયવર્ગીય, કરણ સિંહ વર્મા, સંપતિયા ઉઈકે, ઉદય પ્રતાપ સિંહ, નિર્મલા ભૂરિયા. વિશ્વાસ સારંગ, ગોવિંદ સિંહ રાજપુત, ઈન્દર સિંહ પરમાર, નાગર સિંહ ચૌહાણ, ચૈતન્ય કશ્યપ, રાકેશ શુક્લા, રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલા) કૃષ્ણા ગૌર, ધર્મેન્દ્ર લોધી, દિલીપ જયસ્વાલ, ગૌત્તમ ટેટવાલ, લેખન પટેલ, નારાયણ પવાર, રાજ્યમંત્રી રાધાસિંહ, પ્રતિમા બાગરી, દિલીપ અહિરવાર, નરેન્દ્ર શિવાજી પટેલનો સમાવેશ થાય છે.
મધ્યપ્રદેશમાં આ નવા મંત્રીમંડલમાં કેટલાક પૂર્વ સાંસદોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જેમણે વિધાનસભાની ચૂંટણી લડવા માટે સાંસદ પદ જતુ કર્યું છે. આ ઉપરાંત સાંસદમાંથી ધારાસભ્ય બનેલા આ નેતાઓને મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજ્ય થયો હતો. વિધાનસભાની 230 બેઠકો પૈકી ભાજપાએ 160થી વધારે બેઠક ઉપર જીત મેળવી હતી. મધ્યપ્રદેશમાં સીએમ તરીકેની જવાબદારી મોહન યાદવને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત બે ધારાસભ્યોને પણ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. તેમજ સીએમ અને નાયબ મુખ્યમંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પદના શપથ ગ્રહણ કર્યાં હતા.