Site icon Revoi.in

PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક – આત્મ નિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે 3 મહત્વના નિર્ણયો લેવાયા

Social Share

દિલ્હીઃ- આજે બુધવારના રોજ  કેન્દ્રીય કેબિનેટની મહત્વની હેઠક યોજાઈ હતી,આ બેઠકની અધ્યક્ષતા પીએમ મોદીએ કરી હતી બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે આ મિટિંગ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો વિશે માહિતી શેર કરી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદીના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં આત્મનિર્ભર ભારતની યોજનાને વેગ અને પ્રોત્સાહન આપવા માટે મહત્વના  3 નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે ઉચ્ચ કાર્યક્ષમતા સૌર પીવી મોડ્યુલ ટ્રાન્સ-2 માટેની PLI યોજનાને મંજૂરી આપી છે.

માહિતી પ્રમાણે જો વાત કરીએ તો 19 હજાર 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. તેમજ PLI સ્કીમ 14 વિસ્તારોમાં દાખલ કરાઈ છે. આ યોજનાથી દેશમાં સોલાર પેનલના ઉત્પાદનને વેગ મળશે. કેબિનેટે સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમમાં સુધારાને મંજૂરી આપી છે.

આ સાથે જ ટેક્નોલોજી નોડ્સ તેમજ કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સ, પેકેજિંગ અને અન્ય સેમિકન્ડક્ટર સુવિધાઓ માટે 50 ચૃટકા પ્રોત્સાહન આપવામાં આવશે. આનાથી 2 લાખ લોકોને પ્રત્યક્ષ અને 8 લાખ લોકોને પરોક્ષ રોજગાર  પ્રાપ્ત થશે જેથી આત્મનિર્ભર ભારતને વેગ મળશે.

ત્રીજો નિર્ણય રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અંગેનો છે, જેનું 17 સપ્ટેમ્બરે પીએમ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. આ નીતિને મંજૂરી આપવામાં આવી છે. સરકાર લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ રેન્કિંગમાં સુધારો કરવા અને 2030 સુધીમાં ટોચના 25 દેશોમાં સામેલ થવાનું લક્ષ્ય ધરાવે છે

રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ પોલિસી બહાર પાડતી વખતે, વડા પ્રધાને કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય કુલ સ્થાનિક ઉત્પાદન ના 13-14 ટકાના વર્તમાન સ્તરથી લોજિસ્ટિક્સ ખર્ચને એકમ અંકમાં લાવવાનો છે. લોજિસ્ટિક્સ પોલિસી હેઠળ, યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ વિકસાવવાની દરખાસ્ત કરવામાં આવી છે જે વિવિધ સરકારી અને ખાનગી એજન્સીઓના ફેસિલિટેટર તરીકે કામ કરશે.