Site icon Revoi.in

કેલફોર્નિયામાં ગુરુદ્વારાના ગ્રંથી સાથે મારામારી, કહ્યુ- જાવ પાછા તમારા દેશ

Social Share

વોશિંગ્ટન: કેલિફોર્નિયાના એક ગુરુદ્વારામાં ગુરુવારે રાત્રે એક ગ્રંથી પર કથિતપણે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને હેટ ક્રાઈમ તરીકે જોવાઈ રહી છે. ગ્રંથી અમરજીતસિંહે સ્થાનિક અખબાર ફ્રેસ્નો બીને જણાવ્યુ છે કે એક ઘૂસણખોર ગુરુદ્વારા પરિસરમાં બનેલા તેમના મકાનમાં બારીનો કાચ તોડીને ઘૂસી આવ્યો અને તેમને મુક્કા માર્યા, પાછા પોતાના દેશમાં જવાનું કહીને હુમલાખોરે ગાળાગાળી કરી હતી.

અમરજીતસિંહ મોડેસ્ટો કેરેસ ખાતેના ગુરુદ્વારામાં ગ્રંથી છે. તેમણે અખબારને કહ્યુ છે કે નકાબધારી હુમલાખોરે તેમને ગર્દન પર મુક્કા વરસાવીને માર માર્યો અને કહ્યુ કે દેશ, દેશ. દેશ પાછા જાવ, પાછા જાઓ. દેશ.

તેમણે કહ્યુ છે કે હુમલાખોરે તેમને ગાળો પણ આપી અને તેના હાથમાં બારી તોડવા માટે કંઈક હતું. મોડેસ્ટો સિટી કાઉન્સિલ અને ગુરુદ્વારાના સદસ્ય મણિ ગ્રેવાલે આને હેટ ક્રાઈમ ગણાવ્યો છે. તેમણે એક વીડિયોમાં કહ્યુ છે કે એવું લાગે છેકે આ હુમલો નફરતને કારણે કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યુ છે કે આ નફરત, કટ્ટરતાથી પ્રેરીત હુમલો હતો. ગ્રેવાલે કહ્યુ છે કે અમે જોઈ રહ્યા છીએ કે આ કેટલાક સમયથી વધી રહ્યું છે. ગત કેટલાક વર્ષોમાં આવી ઘટનાઓ વધી છે. મામલાની તપાસ કરી રહેલી સ્થાનિક પોલીસે કહ્યું છે કે આને હેટ ક્રાઈમ ગણાવવો ઉતાવળ હશે.

સાંસદ જોશ હાર્ડરે ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યુ છે કે હું આ મુશ્કેલ સમયમાં શીખ સમુદાય સાથે છું. દરેક અમેરિકન, ચાહે તે કોઈપણ ધર્મમાં માનનારા હોય, તેઓ કોઈપણ ડર વગર સ્વતંત્રપણે પોતાના ધર્મનું પાલન કરી શકે. આ ધૃણાસ્પદ હુમલો એ નથી દેખાડતો કે આપણે શું છીએ. આપણે આના માટે જવાબદાર વ્યક્તિની ભાળ મેળવવી જોઈએ.