Site icon Revoi.in

ભાવિ સંકટને ધ્યાનમાં રાખીને ભારત માટે તકનીકી નવીનતાઓ માટે હાકલ કરીઃ રાજનાથ સિંહ

Social Share

નવી દિલ્હીઃ સરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આંતરરાષ્ટ્રીય સુરક્ષા પડકારો અને ભાવિ સંકટને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ભારત માટે તકનીકી નવીનતાઓ માટે હાકલ કરી છે. નવીદિલ્હીમાં DefConnectની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતાં સિંહે જણાવ્યું હતું કે સરકાર એક મજબૂત અને આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રના લક્ષ્યને હાંસલ કરવા જાહેર અને ખાનગી ક્ષેત્રને સંપૂર્ણ સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.

તેમણે કહ્યું કે આ એક મહત્વપૂર્ણ મંચ છે જે સંરક્ષણ ક્ષેત્રમાં વિવિધ હિતધારકોને એક સાથે લાવે છે અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને મજબૂત અને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી શકે છે. તેમણે ખાનગી ક્ષેત્રને સશસ્ત્ર દળોની ભાવિ જરૂરિયાતો અને નવીન ટેકનોલોજી તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા.