Site icon Revoi.in

પુતિનને તાનાશાહ ગણાવીને બ્રિટને રશિયા ઉપર લગાવ્યાં આકરા પ્રતિબંધ

Social Share

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર હુમલાને લઈને બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસનએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનન તાનાશાહ ગણાવ્યા હતા. એટલું જ હુમલાને અયોગ્ય ગણાવ્યો હતો. બોરિસ જોનસનએ જાહેર કર્યું કે, બ્રિટન પોતાના હવાઈ વિસ્તારનો ઈપયોગ રશિયા એરલાઈન એરોપ્લોટને નહીં કરવા દે.

યુક્રેન ઉપર હુમલાના વિરોધમાં બ્રિટનની સંસદમાં રશિયા સામે સૌથી મોટા અને સૌથી ગંભીર પ્રતિબંધોનું પેકેજ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રતિબંધમાં રશિયાના સ્વામિત્વવાળી બેંર વીટીવીની સંપતિ ફ્રીજ કરવા અને રશિયન બેંકોને બ્રિટેનના નાણાકીય વ્યવહારોમાંથી બહાર રાખવાની મંજૂરી આપવામાં આવી છે. એટલું જ નહીં યુકે સરકારે રશિયન નાગરિકો યુકેની બેંકમાં કેટલી રકમ જમા કરી શકશે તેની મર્યાદા પણ નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. રશિયાની ખાનગી કંપનીઓને યુકેમાં મૂડી એકત્ર કરવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બોરિસ જોનસનએ કહ્યું કે, આ વ્યાપારીક પ્રતિબંધ આવતા આગાનારા સમયમાં રશિયન સૈન્ય, ઔદ્યોગિક અને ટેકનીકલી ક્ષમતાઓને અસર પડશે.

જોનસનએ કહ્યું કે, દુનિયા અને ઈતિહાસની નજરમાં પુતિનની નિંદા કરાશે. તેઓ પોતાના હાથ યુક્રેનના લોકોનું લોહી સાફ નહીં કરી શકે. તે લોહીથી લથપથ હુમલાખોર છે જે શાહિ વિજયમાં વિશ્વાસ રાખે છે. રશિયાની કાર્યવાહી બર્બરતાપૂર્ણ છે. અમે યુક્રેનની સાથે છીએ. તેમની જનતા સાથે છીએ.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને તાનાશાહ ગણાવીને જોનસનએ કહ્યું કે, યુક્રેનને ત્રણ તરફથી ઘેરવામાં આવ્યું છે. ગમે એટલો સમય જાય બ્રિટેન યુક્રેની સાથે છે. આ હુમલો યુક્રેન ઉપર નહીં પરંતુ સમગ્ર વ્યવસ્થા અને લોકતંત્ર ઉપર છે. યુક્રેનની સ્વતંત્રતા, સંપ્રભુતા માટે બ્રિટેન તેમની સાથે છે.