કંબોડિયાના પ્રધાનમંત્રીએ ભારત પાસે કોરોના વેક્સિનની માંગી મદદ – અનેક દેશોને ભારત પાસે આશ
- કંબોડિયાના પીએમ એ ભારત પાસે કોરોના વેક્સિનની અપીલ કરી
- અનેક દેશોને ભારત પાસે આશ
દિલ્હીઃ-ભારતમાં ઉત્પાદન પામેલી બે કોવિડ વેક્સિનને તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવ્યા બાદ 16 જાન્યુઆરીએ સમગ્ર દેશભરમાં વિશ્વનું સૌથી મોટૂ રસીકરણ અભિયાન શરૂ થયું છે. બીજી તરફ ઘણા દેશોએ ભારત પાસે કોવિડની વેક્સિનની માંગ કરી છે.
આ સાથે જ કંબોડિયાના મીડિયાના એહવાલો પ્રમાણે મળતી માહિતી પ્રમાણે કંબોડિયાના વડા પ્રધાન હૂન સેને ભારતને કોરોના વેક્સિન મોકલવાની અપીલ કરી છે.ઉલ્લેખનીય છએ કે,ચીને કંબોડિયામાં 1 મિલિયન કોરોના વેક્સિનના ડોઝ મોકલ્યા છે છતાં કંબોડિયાના વડા પ્રધાને ભારતથી રસી મોકલવાની માંગ કરી છે.
ભારતીય રસી માંગનારા દેશોમાં નેપાળ, ભૂટાન, માલદીવ, મ્યાનમાર, બાંગ્લાદેશ, બ્રાઝિલ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, વિયેટનામ, મોરોક્કો, સાઉદી અરેબિયા અને મંગોલિયા દેશોનો સમાવેશ થાય છે ,આ તમામ દેશોએ કોરોનાને અટકાવવા માટે ભારત પાસે વેક્સિનની અપીલ કરી છે.
ઘણા દેશો ભારત સરકાર પાસેથી કોરોના વેક્સિનની તાત્કાલિક સપ્લાય કરવાની માંગ કરી રહ્યા છે. ભારતે તેના પડોશીઓની મદદનો ઇનકાર કર્યો નથી. ભારત સરકાર પડોશી દેશો ભુતાન, અફઘાનિસ્તાન, નેપાળ, શ્રીલંકા, માલદીવ, મોરેશિયસ અને બાંગ્લાદેશને રસીના એક કરોડ ડોઝ આપવાનું વિચાર કરી રહી છે. આ રસીઓ ચોક્કસ વય જૂથના લોકોને અગ્રતાના ધોરણે નિયંત્રિત ઉપયોગ માટે આપવામાં આવશે. કેન્દ્ર સરકાર રસી સપ્લાય કરવાની યોજના પર કામ કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે 45 લાખ કોવાક્સિન ડોઝમાંથી ભારત તરફથી 8 લાખ ડોઝ મોરિશિયસ, ફિલિપાઇન્સ અને મ્યાનમારમાં મોલકવામાં આવશે. ભારત ફક્ત આ મહામારીમાં તેના પડોશી દેશોને મદદની સાથે માનવતાના ધર્મનું સમર્થન પણ કરે છે.
સાહિન-