Site icon Revoi.in

અમદાવાદમાં બનેલા હાઈટેક કેમેરા સરહદ પર રખેવાળી કરશે, 18 કિ.મી દુરની હિલચાલની માહિતી આપશે

Social Share

અમદાવાદઃ ભારતીય સેનામાં પણ હવે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતની પાકિસ્તાન તથા ચીન સાથેની સરહદ પર ભારતીય સેના ટેકનોલોજીના માધ્યમથી સર્વેલન્સ કરતી રહે છે. આ ટેકનોલોજી માટે મોટાભાગે ભારતે અમેરિકા, રશિયા અને ઇઝરાયેલ જેવા દેશો પર નિર્ભર રહવું પડતું હતું, પરંતુ હવે ભારતની જ કંપનીઓ સર્વેલન્સ ટેકનોલોજી માટેની જરિયાત પૂરી પાડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ચીનની બોર્ડર પર દેખરેખ માટે ભારતીય સેન ખાસ પ્રકારના સર્વેલન્સ કેમેરાનો ઉપયોગ કરી રહી છે, જેનો એક ભાગ અમદાવાદનું સ્ટાર્ટઅપ ઓપ્ટિમાઇઝ ઇલેકટ્રોટેક બનશે. જેથી હવે સરહદ પર જે કેમેરાથી સર્વેલન્સ થશે તે અમદાવાદમાં ડિઝાઇન થશે. હાલમાં ચીન સાથેની સરહદ પર અમદાવાદમાં બનાવેલો એક કેમેરા લગાવવામાં આવ્યો છે. જે અલગ અલગ વાતાવરણમાં કેવાં પરિણામો આપે છે તેનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. સીમાપારથી થતી ઘૂસણખોરી તેમજ પાડોશી દેશોના સૈનિકોની હિલચાલ પર આ કેમેરાથી નજર રાખી શકાય છે.

આ કેમેરાની ખાસિયત છે કે તે 30 કિલોમીટર વિસ્તારમાં આવતા કોઈપણ વાહન અને 18 કિલોમીટરમાં કોઈપણ વ્યકિતની હિલચાલને ડિટેકટ કરી શકે છે. તે 20 કિલોમીટર દૂરથી ઓળખી લેશે કે વાહન આર્મીનું છે કે સામાન્ય વ્હીકલ છે તથા આર્મીના વાહન સાથે હથિયાર છે કે લોકોને લઈ જતું વાહન છે તેની જાણકારી પણ આપશે. એવી જ રીતે 12 કિલોમીટરમાં વ્યકિત સિવિલિયન છે કે પછી હથિયાર સાથે છે એનું એલર્ટ આપશે. આ ઉપરાંત બોર્ડરની નજીક આવતી વ્યકિત સૈનિક છે કે પછી સામાન્ય વ્યકિત છે એ ઓળખી બતાવશે અને સાથે જ ઘૂસણખોરી કે અન્ય શંકાસ્પદ ઇરાદાથી આવતી વ્યકિતને 0.5 કિમીની અંદર આઇડેન્ટિફાઇ કરી એલર્ટ મોકલશે. આ સાથે સાથે કેમરાની ખાસિયત છે કે આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિગના માધ્યમથી બોર્ડર આસપાસના વિસ્તારમાં કોઈપણ હિલચાલ થશે તો આ કેમેરામાં ઝડપાઈ જશે અને એની હાઇ ડેફિનેશન ઇમેજ કન્ટ્રોલ મને મોકલશે. આ કેમેરા ૩૬૦ ડીગ્રી ફરી શકે છે