ગુહાવટીઃ- આસામ સરકાર છેલ્લા કેચલાક સમયથી બાળ લગ્ન સામે કડક વલણ અપનાવી રહી છે આસામને બાળ લગ્ન મૂક્ત બનાવાના નિર્ણય પર સરાકર કાર્ય કરી રહી છે ત્યારે હવેઆસામને બાળ લગ્નથી મુક્ત કરવા માટે સોમવારે રાજ્યના 20 જિલ્લાઓમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આસામમાં ચલાવવામાં આવેલા આ ઝુંબેશમાં હજારો સ્ત્રી-પુરુષોએ બાળ લગ્નની પ્રથા ખતમ કરવાનો સંકલ્પ લીધો હતો. રાજ્યમાં સોમવારથી શરૂ થયેલું આ દેશવ્યાપી અભિયાન ‘બાળ લગ્ન મુક્ત ભારત’નો એક ભાગ છે. 2030 સુધીમાં આ પ્રથાને નાબૂદ કરવા માટે 300 થી વધુ જિલ્લાઓમાં મહિલા કાર્યકરો અને 160 નાગરિક સમાજ સંગઠનો દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.