Site icon Revoi.in

અમદાવાદમાં જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી કરનારા સામે ઝૂંબેશ, 100 જેટલી ટીમો બનાવાઈ

Social Share

અમદાવાદઃ  શહેરના મ્યુનિ. કમિશનર એમ. થેંન્નારેસન સુરતની જેમ અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. શહેરમાં અનેક લોકો જાહેરમાં કચરો ફેંકીને ગંદકી કરતા હોય છે. જેમાં કેટલાક વેપારીઓ તો પોતાની દુકાન પાસે જ કચરો ફેંકતા હોય છે. જ્યારે ઘણાબધા લોકો પોતાના ઘર પાસે ગાય અને કૂતરા માટે રોટલીઓ અને એઠવાડનો એક જ જગ્યાએ ઢગલો કરતા હોય છે. જેને કારણે ગંદકી થતી હોય છે. ત્યારે મ્યુનિ.કમિશનરે જાહેરમાં ગંદકી કરનારા સામે પગલાં લેવા 30-30 સભ્યોની 100 ટીમો બનાવી છે. અને ટીમને ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે. ગેદકી કરનારા પાસેથી આંકરો દંડ વસુલવાની સુચના પણ આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ શહેરમાં જાહેરમાં ગંદકી કરનારા સામે  કડક કાર્યવાહી કરાશે. જેમાં પ્રથમ ઝૂંબેશમાં જાહેર રસ્તાઓ પર ગંદકી કરનારા દુકાનદારો પર નજર રખાશે. શહેરના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને પણ સૂચના પણ આપી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. શહેરની સોસાયટીની બહાર કચરો હશે તો 10 હજાર રૂપિયાનો દંડ ફટકારાશે. આ માટે એક ઝુંબેશ ચલાવાશે. જેના માટે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ છે.

અમદાવાદ જાહેરમાં કચરો ફેંકતા લોકો તેમજ ગંદકી ફેલવાતી સોસાયટીઓ પર નજર રાખવામાં આવશે. મ્યુનિ. દ્વારા ગંદકી કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજથી મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે મુજબ આજથી કચરો કરનારા પાસેથી દંડ વસૂલવામાં આવશે. સ્વચ્છતા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. શહેરની કોઈ પણ સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10,000 રૂપિયાનો દંડ થશે. ઝુંબેશના ભાગરૂપે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ છે. તેમજ ખાદ્ય પદાર્થોના પ્લાસ્ટિક પેકેટ જે-તે ઉદ્યોગે પાછા લેવા પડશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં રોજના 20 લાખ ચાના કપ કચરામાં ઠલવાય છે, તેથી પ્લાસ્ટિકના આ કપ સામે મોટી ઝુંબેશ હાથ ધરાશે. સાથે જ પ્લાસ્ટિકની થેલી સામે પણ પગલા લેવાશે. જો શહેરીજનો આ મામલે ગંભીર નહિ બને તો તેમનું આવી બનશે. એએમસી દ્વારા દંડાત્મક પગલા લેવામાં આવશે.