Site icon Revoi.in

આતંકવાદ સામે અભિયાનઃ બે સપ્તાહમાં સુરક્ષા દળોએ 15 ત્રાસવાદીઓને ઠાર માર્યાં

Social Share

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં  સુરક્ષા એજન્સીને મોટી સફળતા મળી છે. સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. આ પૈકીની એકની ઓળખ આદિલ આહ વાની તરીકે થઈ છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, આદિલ જુલાઈ 2020માં ઘાટીમાં સક્રિય હતો. તેણે અનેક લોકોની હત્યા કરી છે. આદિલએ પુલવામાના ગરીબ શ્રમજીવી સગીર અહેમદની હત્યા કરી હતી. છેલ્લા બે સપ્તાહમાં કાશ્મીરમાં 15 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર તેમણે શોપિયાંના દ્રગડ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી. જેથી સુરક્ષા જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા જવાનો ઉપર ફાયરિંગ કર્યું હતું. જેના વળતા જવાબમાં જવાનોએ કરેલા ગોળીબારમાં બે આતંકવાદીઓ ઠાર મરાયાં હતા. એક આતંકવાદીની આદિલ તરીકે થઈ છે. જ્યારે બીજા આતંકવાદીની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી છે.

રાજોરીમાં સુરક્ષા જવાનોએ લશ્કર-એ-તૈયબાના છ આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીએ આતંકવાદીઓનો સામનો કરવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે. બીજી તરફ આતંકવાદીઓના મનસુબાને નિષ્ફળ બનાવવામાં આવ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી નિર્દોશ નાગરિકોની હત્યાના બનાવોમાં વધારો થતા સુરક્ષા એજન્સીઓએ આવી ઘટના અટકાવવા અને આતંકવાદીઓનો ખાતમો બોલાવવા કવાયત શરૂ કરી છે.

(PHOT-FILE)