- યુક્રેનથી ભારતીયોને વતન લાવવામાં આવશે
- એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ રવાના થઈ
- ભારતીયોને પરત લાવવાનું અભિયાન શરુ
દિલ્હીઃ- રશિયા અને યુક્રેનનો તણાવ હવે ચરમ સીમાએ પહોચ્યો છે ત્યારે ભારત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની દિશામાં આગળ વધ્યું છે.યુક્રેન પર હુમલાના વધતા ડર વચ્ચે ભારતે યુક્રેન અને આસપાસના વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોને પરત લાવવાની કવાયત હાથ ધરી છે
આ અભિયાન અતંર્ગત એર ઈન્ડિયાનું એક ખાસ વિમાન આજે સવારે યુક્રેન માટે રવાના કરવામાં આવ્યું છે. ભારતે આ વિશેષ મિશન માટે 200થી વધુ સીટર ડ્રીમલાઈનર B-787 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. આ સાથે જ ફેબ્રુઆરીમાં ભારતમાંથી વધુ બે ફ્લાઈટનું સંચાલન કરવામાં આવશે. બીજી ફ્લાઇટ 24 ફેબ્રુઆરીએ અને ત્રીજી 26 ફેબ્રુઆરીએ યુક્રેન જશે.
રશિયા દ્વારા યુક્રેનના બે શહેરોને સ્વતંત્ર જાહેર કરવા અને સૈનિકો મોકલવાના આદેશો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કટોકટી બેઠક બોલાવી છે. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે રશિયન ફેડરેશન સાથે યુક્રેનની સરહદ પર વધી રહેલો તણાવ ઊંડી ચિંતાનો વિષય છે
હવે બન્ને દેશઓની આ તણાવની સ્થિતિ વચ્ચે ભારતીયોને પરત લાવવાનું અભિયાન મહ્તવનું છે,20 હજાથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો યુક્રેનના ઘણા વિસ્તારોમાં રહે છે. ભારતીયોની સુરક્ષા દેશની પ્રાથમિકતા છે.જો કે આ પહેલા પણ યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતના ઘમા વિદ્યાર્થીઓ પકત આવી ચૂક્યા છે.