લુપ્ત થતી કાઠિયાવાડી ઘોડાની પ્રજાતિને બચાવવાનું અભિયાન શરું – બોટાડ ખાતે આ ધોડાની નોંધણીનું કાર્ય હાથ ધરાયું
અમદાવાદ – આપણા દેશમાં અનેક જાતના પશુ પક્ષીઓ જોવા ણળે છે, જો કે કેટલાક પ્રાણી ઓ કે પક્ષીઓ સમય જતા લુપ્ત થતા જોવા મળી રહ્યા છે, આ સ્થિતિમાં હવે સંરક્ષણ માટે અનેક પ્રાણી પ્રેમીઓએ અનેક કાર્યો હાથ ઘર્યા છે. આ સમગ્ર બાબતે લુપ્ત થઈ રહેલા કાઠિયાવાડી ઘોડાની પ્રજાતિને બચાવવાનું એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે઼
ઘોડાની અનેક જાતિઓ જોવા ણળે છે, જેમાં ખાસ કરીને સોરઠ, ગોહિલવાડ, ઝાલાવાડ અને કાઠિયાવાડના ધોડા લથખાણાય છે, જો કે હાલ કાઠિયાવડી ઘોડાની જાતિ લૂપ્ત થતી જોવા મળી છે, ત્યારે આ ઘોડાઓને બચાવવાના વિચાર સાથે કાઠિયાવાડ અશ્વના રજિસ્ટ્રેશનનું આયોજન બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે કરવામાં આવ્યું છે. આ માટે અનેક જગ્યાઓએથી પોતાના ઘોડાની નોઁધણી કરાવી રહ્યા છે.
આ સમગ્ર મામલે અશ્વના રજિસ્ટ્રેશન માટે અશ્વની હાઈટ સહિત અલગ અલગ તપાસ કરી કાઠિયાવાડ અશ્વનું રજિસ્ટ્રેશન કરાઈ રહ્યું છે,આ સાથે જ ઘોડે સવારો દ્વારા ઘોડસવારીની સ્પર્ધાઓ જીતનાર પાલકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
કાઠિયાવાડ અશ્વોની લુપ્ત થતી પ્રજાતિને બચાવવા તેમજ સારું બ્રીડિંગ મળી રહે તે માટે આ કાર્ય હાથ ધરાયું છે. તેમજ સરકાર દ્વારા પણ અશ્વ ઉછેર કેન્દ્રને સહાય આપવામાં આવે તેવી લોકમાંગ છે. ઘોડા માટે ચરવા જાવું ખૂબ જરૂરી છે. કારણ કે બાંધેલા અશ્વ અને ફરતા અશ્વમાં ઘણો ફરક હોય છે. ત્યારે સરકાર દ્વારા ગોચર છૂટા કરવામાં આવે તેવી પણ અશ્વ પાલક દ્વારા માંગ કરાઈ છે.
સૌરાષ્ટ્રભરમાંથી આવેલા અશ્વ પાલકોએ સરકાર દ્વારા પર અશ્વ ઉછેર કેન્દ્રને ગ્રાન્ટ આપવામાં આવે તેવી માંગ કરી હતી.કાઠિયાવાડી ઘોડાની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે.
તંત્રને પણ ઉંચ્ચ ઘોડાને બચાવવા ચિંતા વ્યાપી રહી છે અને તેના માટે બ્રીડર એસોસિયેશન બનાવવામાં આવશે. જેના માટે સતત બીજા વર્ષે પણ 5.10 લાખની ગ્રાન્ટને રાજ્યના કૃષિ અને પશુપાલન વિભાગને મંજૂરી આપી છે.આ સાથે જ કાઠીયાવાડી ઘોડાની સંખ્યા વધે તેવા પ્રયાસના ભાગરૂપે બ્રીડર એસોસિયેશનની સ્થાપના પણ થઈ રહી છે.
સાહિન-