તમારી ત્વચા માટે પણ વરદાન સાબિત થાય છે કપૂર,આ રીતે કરો તેનો ઉપયોગ
દરેક સ્ત્રી પોતાની સુંદરતાને બરકરાર રાખવા માટે અવનવા નુસ્ખાઓ અપનાવે છે અવનવી પ્રોડક્ટ યૂઝ કરે છએ જો કે ઘણી વસ્તુઓ ઓછા ખર્ચાળ વાળી હોય છે છત્તા તે આપણી સુંદરતાને જાળવી રાખે છે. ચહેરા પર કરચલીઓ, ફ્રીકલ્સ અને ખીલ ન હોવા જોઈએ. કારણ કે જો આ વસ્તુઓ તમારા ચહેરા પર આવી જાય તો ત્વચાની તમામ સુંદરતા ગાયબ થઈ જાય છે. ચહેરા પરના આ ફોલ્લીઓ એટલા હઠીલા હોય છે કે ઘણા પ્રયત્નો પછી પણ દૂર થતા નથી. જો કે, કેટલાક ઘરેલું નુસ્ખાઓથી તેને મટાડી શકા છે
વાત કરીએ કપૂરની તો કપૂર ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ત્વચાની ઘણી સમસ્યાઓથી રાહત મળી શકે છે. ત્વચા પર ચમક લાવવા માટે હોય કે કરચલીઓ અને ફ્રીકલ્સને દૂર કરવા માટે, કપૂર દરેક જગ્યાએ ફાયદાકારક છે. આટલું જ નહીં ખીલની સમસ્યા માટે પણ કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે
આ રીતે કરો ઉપયોગ
સૌ પ્રથમ 5 થી 6 ચમચી પાણી લો.તેમાં કપૂરને વાટીને નાખો.પછી તેમાં મુલતાની માટ્ટી ઉમેરીદો હવે આ બધાને સારી રીતે મિક્સ કરો. પછી અંતે એક ચમચી મધ પણ તેમાં ઉમેરો. ત્યાર બાદ આ પેસ્ટને જ્યા પીમ્પલ્સ કે ડાઘ હોય ત્યા લગાવો,ત્યયાર બાદ તેને સૂકવવા માટે છોડી દો.જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સાદા પાણીથી ધોઈ લો.અઠવાડિયામાં એકવાર તેનો ઉપયોગ કરવો જોઈએ