શું જુની ગાડીઓમાં લગાવી શકાય છે એરબેગ્સ? ફાયદો થશે કે નુકશાન
ભારતીય કાર માર્કેટમાં આ દિવસોમાં આવનારી કારમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વાહન ઉત્પાદકો હવે કારમાં 6 થી 7 એર એરબેગ્સ આપી રહ્યા છે, જેથી અકસ્માતના કિસ્સામાં મુસાફરોને ઓછામાં ઓછું નુકસાન થાય. કારમાં 6 એરબેગ્સ રાખવી ફરજિયાત બની ગઈ છે. આવામાં જો તમારી પાસે જૂની કાર છે અને તેમાં એરબેગ્સ ઓછી છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જૂની કારમાં બહારથી એરબેગ લગાવી શકાય છે.
• સુરક્ષા માટે જરૂરી છે એરબેગ્સ
જો કાર જુની છે અને તેમાં તમે સુરક્ષા માટે એરબેગ્સ લગાવવાનું વિચારી રહ્યા છો તો સવાલ છે કે આ કેટલું અસરકારક સાબિત થશે. કાર ઉત્પાદક દ્વારા કારમાં આપવામાં આવેલ એરબેગ્સનું ઘણી વાર પરીક્ષણ કરવામાં આવે છે, પણ જો કારમાં બહારથી એરબેગ્સ લગાવવામાં આવે તો સુરક્ષાની કોઈ ગેરેંટી હોતી નથી.
• બહારથી લગાવેલ એરબેગ્સની કોઈ ગેરેંટી નહીં
કાર ઉત્પાદક કારમાં જે એરબેગ્સ ઇન્સ્ટોલ કરે છે તેની ખાતરી આપવામાં આવે છે અને તેની કિંમત કારમાં જ ઉમેરવામાં આવે છે. પણ બહારથી એરબેગ્સ લગાવવાથી કોઈ ગેરંટી નથી. તેમજ ખર્ચ પણ ઘણો વધારે હોઈ શકે છે. કારના માલિકને પણ બહારથી લગાવેલી એરબેગ્સની ગુણવત્તા વિશે કોઈ ખ્યાલ નથી.
• આ રાતે કામ કરે છે એરબેગ્સ
જ્યારે પણ કારની ટક્કર થાય છે, તો તેની સ્પીડ ઝડપથી ઓછી થઈ જાય છે. એવામાં કારનું એક્સેલેટર એરબેગ્સમાં લાગેલા સેન્સરને એલર્ટ કરે છે. તેના પછી એરબેગ્સ એક્ટિવ થઈ જાય છે અને હીટિંગ એલિમેન્ટના દ્વારા ઈલેક્ટર્રિક કરંટ છોડે છે. તેનાથી એરબેગ્સમાં કેમિકલ ભરાય છે. અને નાઈલોનથી બનેલ એરબેગ્સ ફુલવા લાગે છે.