Site icon Revoi.in

ઉનાળામાં કિશમિશ પલાળીને ખાઈ શકાય છે? જાણો તેને ખાવાની રીત…

Social Share

ઉનાળામાં હેલ્દી રહેવા માટે શાકભાજી અને સૂકા ફળો ખાવાની સલાહ આપવામાં આવે છે. પણ કિસમિસ અને અંજીર એવા ડ્રાય ફ્રુટ્સ છે જેને લઈને લોકો ઘણીવાર મુંજવણમાં રહે છે કે તેને ઉનાળઆમાં ખાવું જોઈએ કે નહી.

સમાચાર અનુસાર, તમે ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાઈ શકો છો, પરંતુ જે લોકોના હાથ-પગ ગરમ રહે છે તેઓએ કાળી કિસમિસ ખાવાનું ટાળવું જોઈએ.

જો તમે કાળી કિસમિસ ખાઓ છો તો પણ તમારે તેને ઓછી માત્રામાં ખાવી જોઈએ કારણ કે તે શરીરને ગરમ બનાવે છે. જે લોકોનું શરીર ખૂબ ગરમ રહે છે તેનો અર્થ એ છે કે તેમના શરીરમાં વધુ એસિડ હોય છે. તેઓએ કાળી કિસમિસ ઓછી માત્રામાં ખાવી જોઈએ.

કાળી કિસમિસ ખાવાથી ભૂખ વધે છે. જે લોકોએ પોતાની ભૂખ એકદમ ખતમ થઈ ગઈ છે તેઓએ દરરોજ કાળી કિસમિસ ખાવી જોઈએ.

કાળી કિસમિસમાં વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાઈબર વધુ માત્રામાં હોય છે. તે જ સમયે તે ઈમ્યૂનિટીને મજબૂત બનાવે છે. અને શરીરને એવું બનાવે છે કે તે કોઈપણ બીમારીથી સુરક્ષિત રહે છે.

કાળી કિસમિસ ખાવી સ્કિન અને વાળ બંને માટે સારું છે કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે સ્કિનને ચમકદાર બનાવે છે.