શું હાર્ટ એટેકનો શરુઆતનો દુખાવો પગમાં પણ થઈ શકે છે? જવાબ જાણો
તમને એક વાત જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે પગમાં દેખાતા લક્ષણોનો તમારા હાર્ટ એટેક સાથે ખૂબ જ ગંભીર સંબંધ છે.
હાર્ટ એટેક એ ગંભીર તબીબી કટોકટી છે. પણ તમને જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા શરીર બીજા અંગોમાં કેટલાક સંકેતો આપે છે. જેને આપણે નોર્મલ ગણીએ છીએ અને તેની નજરઅંદાજ કરીએ છીએ.
જો વારંવાર તમારા પગમાં સોજો દેખાય છે તો તે હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે હ્રદય નબળું પડી જાય છે અને તેમાં બ્લડ સર્ક્યુલેશન બગડવા લાગે છે.
જ્યારે હ્રદય યોગ્ય રીતે બ્લડ સર્ક્યુલેશન નથી કરી શકતું ત્યારે હાર્ટ એટેક આવવાની સંભાવના થાય છે. એટલે હંમેશા શરીરમાં થતા નાના બદલાવને પણ નજરઅંદાજ ના કરો.
પગમાં દુખાવો- પગ ભારે થવા જે ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે. ખાસ કરીને સીડી ચડતી વખતે તમને ચક્કર જેવું મહેસૂસ થાય તો આ હાર્ટ એટેકના કારણે હોય શકે છે.
પગમાં કળતર અને નિષ્ક્રિયતા એ ગંભીર બીમારીના સંકેતો હોઈ શકે છે. આ બ્લડ ફ્લોમાં કમી અને નર્વસ સિસ્ટમ માટે ખતરનાક હોઈ શકે છે.
ત્વચાનો રંગ બદલાઈ રહ્યો છે તો આ હાર્ટ એટેકના શરુઆતના લક્ષણો હોઈ શકે છે તેને ભૂલથી પણ ઈગ્નોર ના કરો.