Site icon Revoi.in

વ્હોટ્સએપ પર થમ્સ અપ ઈમોજી છીનવી શકે છે તમારી નોકરી? જાણો હાઈકોર્ટે શું કહ્યું

Social Share

નવી દિલ્હી: શું સોશયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપ પર શેયર કરવામાં આવેલી કોઈ પોસ્ટ પર થમ્સ અપ ઈમોજી લગાવવાથી મુશ્કેલી પેદા થઈ શકે છે. તેના પર તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે કોઈપણ પોસ્ટ પર થમ્સ અપ ઈમોજી લગાવવા પર તેને પોસ્ટનું સમર્થન માની શકાય નહીં, પરંતુ તેને માત્ર તે માહિતીની જાણકારી મળ્યાની પુષ્ટિ કરવા તરીકે લઈ શકાય છે.

જસ્ટિસ ડી. કૃષ્ણકુમાર અને જસ્ટિસ આર. વિજયકુમારની ખંડપીઠે કહ્યું છે કે થમ્સ અપ ઈમોજીને ઓકેના વિકલ્પ તરીકે માની શકાય છે, ન કે હત્યાના જશ્ન તરીકે તેને સમજી શકાય છે. કંડપીઠે તેની સાથે રેલવે પોલીસ ફોર્સના તે કોન્સ્ટેબલને ફરીથી પદ પર બહાલ કરવાનો આદેશ કર્યો છે, કે જેને પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. તેના પહેલા સિંગલ બેંચે પણ મેઘાલયમાં એક વરિષ્ઠ અધિકારીની હત્યા સંદર્ભે વ્હાટ્સએપ મેસેજ પર થમ્સ અપ ઈમોજી પોસ્ટ કરવાના આરોપમાં નોકરીથી હટાવવામાં આવેલા કોન્સ્ટેબલને ફરીથી પદ પર બહાલ કરવાનો આદેશ આપ્યો હતો.

મહાનિદેશક રેલવે પોલીસ ફોર્સ વિરુદ્ધ નરેન્દ્ર ચૌહાનના મામલામાં સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું કે મર્ડર સાથે જોડાયેલી કોઈપણ પોસ્ટ પર થમ્સ અપની ઈમોજીને કોઈપણ પ્રકારે ક્રૂર હત્યાના જશ્ન તરીકે માની શકાય નહીં. આ માત્ર એ તથ્યની સ્વીકૃતિ છે કે અરજદારે તે સંદેશને જોયો હતો.

મહત્વપૂર્ણ છે કે 2018માં એક આસિસ્ટેન્ટ કમાન્ડેન્ટની હત્યા સાથે જોડાયેલા એક વ્હાટ્સએપ મેસેજ પર આરપીએફના કોન્સ્ટેબલ નરેન્દ્ર ચૌહાને થમ્સઅપની ઈમોજી પોસ્ટ કરી હતી. તેને ખરાબ આચરણ ગણીને આરપીએફે કોન્સ્ટેબલની નોકરીમાંથી બરખાસ્ત કર્યો હતો. આ મેસજે ઓફિશિયલ વ્હાટ્સએપ ગ્રુપમાં શેયર કરવામાં આવ્યો હતો. આરપીએફે ચૌહાનને પદ પરથી બરખાસ્ત કરવી વખતે દલીલ આપી હતી કે ચૌહાન દ્વારા ઈમોજી શેયર કરવી અધિકારીના મર્ડરનું નૈતિક સમર્થન કરતું હતું. એક તપાસ બાદ ચૌહાનને પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.

તેની વિરુદ્ધ ચૌહને 2021માં હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નિર્ણયને પડકાર્યો હતો. ગત વર્ષ હાઈકોર્ટની સિંગલ બેંચે નિર્ણય કર્યો હતો કે ચૌહાને ભૂલથી થમ્સ અપ ઈમોજી પોસ્ટ કરી હતી. તેની સાથે જ કોર્ટે ચૌહાનને ફરીથી પદ પર બહાલ કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયની વિરુદ્ધ આરપીએફે ડબલ બેંચમાં અપીલ કરી હતી. ત્યાંથી પણ આરપીએફને નિરાશા હાથ લાગી હતી.