શું પાણી પણ આટલું મોંઘુ હોઈ શકે? કિંમત જાણીને તમે પણ ચોંકી જશો
જ્યારે પીવાની પાણીની બોટલની વાત કરવામાં આવે તો લોકો સૌથી પહેલા તેની કિંમત વિશે વિચારે અને તે સામાન્ય રીતે હોય 20 અથવા 25 રૂપિયાની, ક્યારેક એવું પણ સાંભળ્યું હશે કે અભિનેતા, અભિનેત્રી અથવા ક્રિકેટર અલગ પાણી પીતા હોય છે અને તેની કિંમત એક લીટરની હજારોમાં હોય છે, પરંતુ શું તમે લાખો રૂપિયાનું લીટર પાણી… આ વાત સાંભળી છે?
તો વાત એવી છે કે એક ખાનગી કંપની દ્વારા પાણીની બોટલ લોન્ચ કરવામાં આવી છે જેની કિંમત લાખોમાં છે. આની એક બોટલની કિંમત 65 લાખ છે એટલે કે પાણીનું દરેક ટીપું અમૂલ્ય છે.
Beverly Hills 9OH2Oની એક બોટલની કિંમત 65 લાખ રૂપિયા છે. એટલે કે એક ડ્રોપ પણ હજારોમાં છે. સામાન્ય માણસ તેને ખરીદવાનું વિચારી પણ શકતો નથી.
લોકો વિચારતા જ હશો કે આખરે આ પાણીની બોટલમાં શું ખાસ છે કે તે આટલી કિંમતી છે, પણ બેવર્લી નામની કંપનીએ લોન્ચ કરેલી આ બોટલને કારણે તે આટલી કિંમતી બની છે. આ બોટલની કેપ સફેદ સોનાની બનેલી છે. આ સાથે તેના પર હીરા પણ જડેલા છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારનું પાણી તો કોણ પીવે તેના વિશે તો જાણ નથી પણ સૌ કોઈએ સાંભળ્યું હશે કે પાણીની કિંમત તો જીવ કરતા પણ વધારે હોય, અને તે વ્યક્તિને ખબર હોય જેને તરસ લાગી હોય. પણ આટલી મોંઘી બોટલ તો ભાગ્ય જ કોઈ ખરીદવાનું પણ વિચારે.