તડકામાંથી ઘરે આવ્યા પછી તરત જ સ્નાન કરી શકાય કે નહીં? જાણો…
ગરમી તબાહી મચાવી રહી છે. અતિશય ગરમી માણસની સ્કિન અને શરીર બંન્ને માટે બ ખતરનાક છે. તમે ગમે તેટલો પ્રયાસ કરી લો તડકામાં જવાનું ટાળી શકતા નથી. તડકા માંથી જઈને આવ્યા પછી આ વાતોનું ધ્યાન રાખો.
તડકામાંથી ઘરે આવ્યા પછી તરત જ સ્નાન ના કરવું જોઈએ કેમ કે તેનાથી હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધી જાય છે. સાથે જ સ્નાયુઓમાં અકડન પણ વધી જાય છે. એટલે કોશિશ કરો કે તડકા માંથી આવ્યા પછી તરત જ ના સ્નાન કરો.
તડકામાંથી આવ્યા પછી શરીરને છાયામાં ઠંડુ કરો. જો તમે બહારથી આવ્યા હોય તો તરત જ વધારે ઠંડા પાણીથી ના સ્નાન કરો. તેનાથી સ્કિન પર ફોલ્લીઓ અને શુષ્કતા આવી શકે છે. ગરમ કે ઠંડુ પાણી સ્કિનને આંચકો આપે છે.
તડકામાંથી તરત જ આવીને સ્નાન કરવાથી તમને શરદી-ખાંસી જેવી સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં કોશિશ કરો કે તડકા માંથી તરત આવ્યા પછી સ્નાન કરવાનો પ્રયા કરવો નહી.
તડકામાંથી ઘરે પાછા આવ્યાના 20-30 મિનિટ પછી જ સ્નાન કરવું જોઈએ. જેથી તે સમય સુધીમાં શરીર પૂરી રીતે ઠંડુ થઈ જાય.
તડકામાંથી આવ્યા પછી સ્નાન કરવાનું નક્કી કર્યું છે, તો તમારે નોર્મલ પાણીથી સ્નાન કરવું જોઈએ, નહીં તો તે તમારા હેલ્થને ભારે નુકસાન પહોંચાડી શકે છે.