Site icon Revoi.in

વેક્સિનના બંન્ને ડોઝ લેનારા માટે કેનેડા ખોલી શકે છે પોતાના દરવાજા

Social Share

દિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતથી તથા અન્ય દેશોમાંથી પણ લોકો કેનેડા તરફ પ્રયાણ કરી રહ્યા છે. લોકો માટે કેનેડા અત્યારે સૌથી પ્રિય સ્થળ બની ગયું છે અને ત્યાં લોકો પોતાનું જીવન જીવવા માગે છે. આવા સમયમાં કેનેડાના વડાપ્રધાન દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે.

કેનેડાના વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે, કેનેડામાં જે રીતે વેક્સિનેશન કાર્યક્રમ આગળ વધી રહ્યો છે તેમાં જો કોઈ અવરોધ ન આવે અને બધા નાગરિકો ડબલ વેક્સિન લઈ ચૂક્યા હશે, પછી વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય એવા વિદેશીઓને પણ કેનેડામાં પ્રવેશની પરવાનગી આપવામાં આવશે.

કેનેડાના વડા પ્રધાને તમામ પરગણાના વડાઓને લખેલા પત્ર અનુસાર કેનેડા બંને વેક્સિન લઈ લીધી હોય એવા વિદેશી પ્રવાસીઓ માટે સપ્ટેમ્બરથી બારણા ખોલવા જઈ રહ્યું છે. કેનેડામાં અત્યારે 12 વર્ષથી વધુ ઉંમરના 78 ટકા નાગરિકો વેક્સિનનો એક ડોઝ લઈ ચૂક્યા છે અને 44 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.

નવેમ્બરથી વિશાળ ક્રૂઝ-વહાણોને પણ કેનેડાના કિનારે પ્રવેશની અને મુસાફરોને કેનેડામાં પ્રવેશની છૂટ મળી જશે. વેક્સિનના બંને ડોઝ ચારમાંથી કોઈ એક કંપનીના હોવા આવશ્યક છે. આ ચાર કંપની છેઃ ફાઈઝર-બાયોટેકની કોમિરનાટી કે ટોઝિનામેરન, મોડર્ના, એસ્ટ્રાઝેનેકાની કોવિશીલ્ડ તથા જોન્સન એન્ડ જોન્સનની જાન્સેન.

કતારના આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું કે કતારમાં આગમનના 14 દિવસ પૂર્વે બંને વેક્સિન લઈ લીધી હોય એવા તમામ વિદેશી પ્રવાસીઓનું સ્વાગત છે.