- કેનેડા સરકારનો મોટો નિર્ણય
- ભારતથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ લંબાવ્યો
- 21 ઓગસ્ટ સુધી રહેશે અમલમાં
દિલ્હી : કેનેડા સરકારે ભારતથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ વધુ 30 દિવસ માટે વધાર્યો છે. આ પ્રતિબંધ 21 જુલાઈના રોજ સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તે 21 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. કોવિડ -19 મહામારીની બીજી લહેર અને કોરોનાવાયરસના ડેલ્ટા વેરિયન્ટના વધતા સંક્રમણને કારણે કેનેડામાં પહેલી વાર 22 એપ્રિલના રોજ લાગુ કરવામાં આવેલ ત્યારબાદથી આ ચોથી વખત પ્રતિબંધ લંબાવાયો છે.
સોમવારે હેલ્થ કેનેડા તરફથી બહાર પાડવામાં આવેલા એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રતિબંધનો વધારો જન આરોગ્યની સલાહ પર આધારિત છે. આ સાથે કેનેડાએ ઇનડાયરેકટ રૂટના માધ્યમથી ભારતથી કેનેડા જતા મુસાફરો માટે ત્રીજા દેશના પ્રી ડિપાર્ચર કોવિડ -19 પરીક્ષણ સંબંધિત આવશ્યકતામાં વધારો કર્યો છે. કેનેડા જવાના બીજા તબક્કે ભારતથી જોડનારા મુસાફરોને કેનેડાની યાત્રા ચાલુ રાખતા પહેલા ફરજિયાત પ્રી ડિપાર્ચર COVID નેગેટીવ આરટી-પીસીઆર પરીક્ષણની જરૂર પડશે.
કેનેડાએ જણાવ્યું હતું કે,જો દેશમાં કોરોનાની સ્થિતિ ઠીક રહેશે તો 7 સપ્ટેમ્બરથી પોતાની સીમાઓને કોઈપણ સંપૂર્ણ રસીકરણ કરનારા મુસાફરો માટે ખોલી દેવામાં આવશે, જેમને કેનેડામાં પ્રવેશતા ઓછામાં ઓછા 14 દિવસ પહેલા કેનેડા-સ્વીકૃત વેક્સિનની સરકારની સાથે રસીકરણનો પૂરો કોર્સ કર્યો છે.જે ચોક્કસ પ્રવેશ આવશ્યકતાઓને પૂર્ણ કરે.