Site icon Revoi.in

કેનેડાઃ યુવતી માટે હાથમાં દોરાવેલુ ટેટૂ બન્યું મુશ્કેલીનું કારણ, મકાન માલિકે રૂમ આપવાનો કર્યો ઈન્કાર

Social Share

દિલ્હીઃ 21મી સદીમાં લોકો શરિરના વિવિધ અંગો ઉપર ટેટૂ દોરાવાનું પસંદ કરે છે. જો કે, કેનેડાના ટોરંટોમાં મેડિકલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીની હાથમાં દોરાવેલા ટેટૂને કારણે મુશ્કેલીમાં વધારો થયો હતો. યુવતીએ એક મકાન ભાડે રાખ્યું હતું. જો કે, યુવતીના હાથમાં દોરેલા ટેટૂના કારણે મકાન માલિકે મકાન ભાડે આપવાનો ઈન્કાર કરી દીધો હોવાનું જાણવા મળે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર એક વિદ્યાર્થિનીએ તાજેતરમાં જ ઓંટારિયાની એક યુનિવર્સિટીમાં મેડિકલના અભ્યાસ માટે પ્રવેશ લીધો હતો. તેમજ યુનિવર્સિટીની નજીક જ રહેવા માટે મકાન શોધતી હતી. દરમિયાન ઓનલાઈન સર્ચમાં એક જગ્યા પસંદ આવી હતી તેમજ મકાન ફાઈનલ કરવા યુવતી ત્યાં પહોંચી હતી. યુવતીએ મિલકતના માલિકને મળીને ડીલ ફાઈનલ કરી હતી અને મકાન માલિકે જેટલા પૈસા માંગ્યા એટલા આપ્યાં હતા તેમજ એનો એગ્રીમેન્ટ પણ તૈયાર કરી લેવામાં આવ્યો હતો. તેમજ યુવતી પોતોના તમામ સામાન મકાનમાં સેટલ કરવાની તૈયારી કરી હતી. દરમિયાન મકાન માલિકે તેને મકાન ભાડે આપવાનો ઇન્કાર કરી દીધો હતો. યુવતીએ અનેક વખત કારણ પૂછ્યું હતું, હાથ ઉપર બનાવેલા ટેટૂના કારણે મકાન માલિકે રૂમ આપવાનો ઈન્કાર કર્યો હોવાનું માલૂમ પડતા યુવતી પણ ચોંકી ઉઠી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર યુવતીએ શરીર ઉપર ટેટૂ બનાવડાવ્યાં હતા. મકાન માલિકે કહ્યું હતું કે, યુવતીનો હાથ ટેટૂથી ભરેલો હતો અને ટેટૂ જોઈને તેમને ડર લાગે છે, એટલા માટે યુવતીને રેન્ટ ઉપર મિલકત આપવાનો ઈન્કાર કર્યો હતો.

(Photo- File)